17 ગુના કરનાર આરોપીઓની ધરપકડ, 1 લાખનો મુદ્દામાલ કબજે

સુરત ગ્રામ્ય એલસીબીએ દુકાનોના શટર તોડીને ચોરી કરતી ગેંગના બે શખ્સો દિવ્યેશ કલારીયા અને જીજ્ઞેશ પરીખની ધરપકડ કરી છે. સુરત ગ્રામ્ય , વડોદરા , ભાવનગર, સેલવાડ, અમદાવાદ મળીને આ રીઢા ચોરોએ કુલ 17 જેટલા ગુનાની કબૂલાત કરી છે. બંને રીઢા આરોપીઓ અગાઉ ઘરફોડ તેમજ એટીએમ ચોરીમાં ઝડપાઇ ચુક્યા છે. પોલીસે આ બંને પાસેથી કુલ 1 લાખ 8 હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter