GSTV
Home » News » ગુજરાતમાં 16.82 લાખ ખેડૂતોના ખાતામાં આવશે આ મહિને રૂપિયા, મોદી આપશે ચૂંટણી ગિફ્ટ

ગુજરાતમાં 16.82 લાખ ખેડૂતોના ખાતામાં આવશે આ મહિને રૂપિયા, મોદી આપશે ચૂંટણી ગિફ્ટ

ગુજરાતમાં વરસાદની અછત અને સિંચાઇના પાણીના અભાવના કારણે ૧૬ જિલ્લાના કુલ ૯૬ તાલુકાના ૨૭.૮૬ લાખ હેક્ટર વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરાયો છે. જેમાં આર્થિક પાયમાલીને ભોગવી રહેલા ખેડૂતોને સરકારે હેક્ટરદીઠ ૫,૩૦૦થી ૬,૩૦૦ સુધીની રકમ સહાયપેટે ચૂકવવાનો નિર્ણય લીધો હતો. આ માટે અરજી કરવાની છેલ્લી તા.૩૧ જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાંથી ૧૬,૮૨,૭૨૫ ખેડૂતોએ અરજી કરી છે. જેમાંથી અત્યાર સુધીમાં ૬,૬૦,૪૧૨ ખેડૂતોને ૬૪,૪૧૮.૯૧ લાખની રકમ સહાયપેટે તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવાઇ હોવાનું જાણવા મળે છે.

બનાસકાંઠા જિલ્લામાંથી સૌથી વધુ ૨.૮૭ લાખથી વધુ અરજીઓ આવી

રાજ્યમાં ૨૭.૮૬ લાખ હેક્ટર વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરાયો હતો. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં ૪.૯૨ લાખ હેક્ટર વિસ્તાર અછતગ્રસ્ત છે. ખેડૂત સહાય માટે બનાસકાંઠા જિલ્લામાંથી સૌથી વધુ ૨.૮૭ લાખથી વધુ અરજીઓ આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં ૧.૬૦ લાખ ખેડૂતોને સહાયનું ચૂકવણું થઇ ગયાનું જાણવા મળે છે.

ખેડૂતોને તેમની સહાયની રકમ તેમના બેંક ખાતમાં સીધી જ જમા કરાશે

બીજા ક્રમે રાજકોટમાંથી ૧.૭૭ લાખ ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે. જેમાંથી ૧.૨૦ લાખ જેટલા ખેડૂતોને સહાય ચૂકવાઇ ગઇ છે. રાજ્યભરમાં હાલમાં ખેડૂત સહાયની રકમની ચૂકવણીની કાર્યવાહી ચાલી રહી છે. આ અંગે અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી અઠવાડીયા સુધીમાં તમામ ૧૬.૮૨ લાખ ખેડૂતોને ૨,૩૫,૯૧૫.૨૧ લાખની રકમની સહાય ચૂકવી દેવાશે. ખેડૂતોને તેમની સહાયની રકમ તેમના બેંક ખાતમાં સીધી જ જમા કરાશે.

છેલ્લી ત્રણ સિઝન ખેતી માટે પ્રતિકૂળ સાબિત થઇ છે

ખેડૂત સહાય માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કુલ ૨,૦૩,૮૨૬.૧૯ લાખની રકમ ગ્રાન્ટ પેટે ફાળવી દેવાઇ છે. જેમાંથી ૯.૯૩ લાખ હેક્ટર વિસ્તારના ૬,૬૦,૪૧૨ ખેડૂતોને સહાયની રકમ ચૂકવી દેવાઇ છે. નોંધપાત્ર છેકે છેલ્લી ત્રણ સિઝન ખેતી માટે પ્રતિકૂળ સાબિત થઇ છે. ઉનાળામાં નર્મદાનું પાણી ઓછું હોવાથી તેને પીવાના પાણી માટે રિઝર્વ રાખવામાં આવતા સિંચાઇ માટે તેને ફાળવાયું નહોતું. સરકારે જાતે ખેડૂતોને ગત ઉનાળું વાવેતર ન કરવાની સલાહ પણ આપી હતી. દુકાળમાં અધિક માસ સમાન આ વર્ષે ચોમાસામાં વરસાદની પણ ભારે અછત જોવા મળતા ચોમાસામાં પણ ખેડૂતો પાક લઇ શક્યા નહોતા.

કયા જિલ્લામાંથી કેટલા ખેડૂતોએ કૃષિ સહાય માટે અરજી કરી, કેટલાને ચૂકવણું થયુ ?

જિલ્લોકુલ અરજીખેડૂતોને ચૂકવણું
મહેસાણા,૪૮,૦૨૦૧૭,૩૨૧
અમદાવાદ,૩૮,૨૬૫૫૫,૧૬૭
મોરબી,૧૧,૭૧૦૩૪,૦૨૪
ગાંધીનગર૪૭,૩૪૪,૧૨૪
રાજકોટ,૭૭,૨૮૫,૨૦,૪૯૨
દેવભુમિ દ્રારકા૫૬,૧૨૬૧૮,૮૧૦
બનાસકાંઠા,૮૭,૨૬૮,૬૦,૮૩૯
વડોદરા૨૬,૩૬૪,૫૯૩
અમરેલી૬૨,૮૧૮૧૮,૪૮૬
સુરેન્દ્રનગર,૭૨,૯૩૧૫૭,૫૪૬
જિલ્લોકુલ અરજીખેડૂતોને ચૂકવણું
પાટણ,૨૬,૬૮૩૮૨,૯૯૫
જામનગર૫૩,૨૫૧,૦૬૧
ભાવનગર૬૬,૫૧૫૧૭,૬૩૪
ભરૃચ૧૦,૧૫૦૫૩૯
બોટાદ૬૨,૯૭૩૧૫,૦૩૦
મહીસાગર,૯૬૨૮૦૩
કચ્છ,૨૭,૦૫૨૪૮,૦૪૮
કુલ૧૬,૮૨,૭૨૫,૬૦,૪૧૨

પાક ન થાય તો ખેડૂતો પાયમાલ થઇ જાય

ખેતીનો વ્યવસાય દેવામાફી અને આર્થિક સહાયના ટેકા પર નભી રહ્યો છે. ત્યારે અચરજ પમાડે તેવી વાત એ છેકે પાક ન થાય તો ખેડૂતો પાયમાલ થઇ જાય છે. અને પાક વધુ પાકે તો પણ ખેડૂતોને પુરતા ભાવ ન મળતા તેઓ આર્થિક નુકશાની જ ભોગવતા રહેતા હોય છે. ખેતીક્ષેત્રમાં પ્રવતર્તી વિષમતાઓ દુર કરવા માટે ખેડૂતલક્ષી સર્વાગ્રાહી નીતિ બનાવીને તે અમલમાં મૂકવામાં આવે તેવી માંગણી ખેડૂતો કરી રહ્યા છે.

Related posts

PM મોદીનાં ટ્વીટવાળા મજાક પર આવ્યો ટ્વિન્કલ ખન્નાનો જવાબ

Mayur

રાજ્યમાં વધ્યો ગરમીનો પારો,યલો એલર્ટ જાહેર કરાયુ

Path Shah

LoC ટ્રેડ રૂટ: સરહદ પાર વેપાર કરવામાં સફળ 10 આતંકીઓ પાક. જવામાં સફળ,ISIની સક્રિય ભૂમિકા

Riyaz Parmar