GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજનું કરશે ઉદ્ઘાટન

સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજનું આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. ઉદ્ધાટન પૂર્વે આ બ્રિજનો લાઇટોથી દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ કેબલ સ્ટેઇડને ખુલ્લો મૂકવા આડે કલાકો જ બાકી છે. ત્યારે આ બ્રિજના કારણે સૌથી વધુ જેને ફાયદો થવાનો છે તે પાલ-અડાજણ વિસ્તારના નાગરિકો તેના પરથી પસાર થવા.

બ્રિજ પર ઊભા રહીને તાપીની ઝલક જોવા અને સેલ્ફી લેવા આતુર છે. આ કેબલ સ્ટેઇડ બ્રિજ રૂપિયા 143.64 કરોડના ખર્ચે તૈયાર થયો છે. વિલંબના કારણે તેનું કોસ્ટિંગ સતત વધતું રહ્યું છે. ફોર લેનના આ બ્રિજની લંબાઈ 918 મીટર છે અને પહોળાઈ 20.8 મીટર છે. તેનો કેબલ પોર્શન 300 મીટર છે જેમાં 1632 કેબલનો ઉપયોગ થયો છે. 8500 ઘનમીટર ક્રોંકિટ અને ર000 ટન સ્ટ્રકચરલ સ્ટીલનો બ્રિજની બનાવટમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની વ્હીકલ કેરિંગ કેપિસીટી 40,000 પીસીયુ પર અવરની છે. એટલે કે આટલા વાહનો એક કલાકના ચોક્કસ સમયગાળામાં બ્રિજ પરથી પસાર થઈ શકશે. તેના લાઇફ સ્પાનની સ્ટ્રેન્થ 100 વરસની આંકવામાં આવી છે.

 

 

Related posts

જમીન અધિગ્રહણ મુદ્દે વિરોધ પર ઉતરેલા આદિવાસીઓના સમર્થનમાં આવ્યા ધારાસભ્યો, પોલીસે કરી અટકાયત

Nilesh Jethva

અન્ય બીમારીની સારવાર માટે આવતા દર્દીઓને હોસ્પિટલમાંથી લાગે છે Coronaનો ચેપ, પરિવારનો છે આ આક્ષેપ

Arohi

તંત્રનો મહત્વનો નિર્ણય, શહેરનાં માર્ગ પર આવતીકાલથી દોડશે AMTSની બસો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!