GSTV
Gujarat Government Advertisement

કોટા અને બૂંદીના હોબાળા શમ્યા નથી ત્યાં બિકાનેરની હોસ્પિટલમાં 162 બાળકોના મોત, ગેહલોત સરકારમાં વિવાદ ઘેરાયો

Last Updated on January 6, 2020 by Mayur

રાજસ્થાન અને ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં બાળકોના મોતને લઇને હાલ રાષ્ટ્રીય સ્તરે ભારે વિવાદ ચાલી રહ્યો છે. રાજસ્થાનના કોટામાં મહિનામાં 100થી વધુ બાળકોના મોતનો મામલો ચર્ચામાં રહ્યો છે ત્યારે હવે તેનાથી પણ ખરાબ સિૃથતિ બીકાનેરમાં સરકારી હોસ્પિટલોમાં સામે આવી છે. બિકાનેરમાં 162 બાળકોના મોતનો મામલો સામે આવ્યો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર બિકાનેરમાં 31 દિવસમાં 162 બાળકોના મોત થયા છે, જેનો મસલબ છે કે એક દિવસમાં સરેરાશ પાંચ બાળકો આ હોસ્પિટલમાં માર્યા ગયા છે. ડિસેમ્બર મહિનાના આંકડા પર નજર કરીએ તો બિકાનેરની આ સરકારી હોસ્પિટલમાં જન્મેલા અને બહારથી આવેલા કુલ 2219 બાળકો પીબીએમ શિશુ હોસ્પિટલમાં ભરતી થયા હતા.

તેમાંથી 162 એટલે કે 7.3 ટકા બાળકોના મોત નિપજ્યા છે. પુરા વર્ષ પર નજર કરીએ તો જાન્યુઆરી 2019થી ડિસેમ્બર 2019 સુધીમાં અહીં કુલ 1681 બાળકોના મોત થયા છે. 220 પથારી વાળા પીબીએમ બાળ હોસ્પિટલમાં 140 બેડ જનરલ છે. જ્યારે 72 બેડ નિયોનેટલ કેર યૂનિટ એટલે કે નવજાત બાળકોની દેખરેખ માટે છે, જે બાળકોના મોત સૌથી વધુ થયા છે. બીજી તરફ રાજસૃથાન સરકારમાં બાળકોના મોતને લઇને વિવાદ સર્જાયો છે. અગાઉ ઉપ મુખ્ય પ્રધાન સચિન પાયલટે કહ્યું હતું કે 13 મહિનાથી આપણી સરકાર છે, આવી સ્થિતિમાં કોઇએ જવાબદારી તો સ્વીકારવી પડશે.

આ નિવેદન બાદ હવે રાજસૃથાનના સ્વાસ્થ્ય પ્રધાને સચિન પાયલટ પર સવાલો ઉઠાવ્યા હતા. સ્વાસ્થ્ય પ્રધાન રઘુ શર્માએ રાજ્યના બીડબ્લ્યૂડી મંત્રી અને ઉપ મુખ્ય પ્રધાન સચિન પાયલટને ઘેરતી વેળાએ કહ્યું હતું કે જ્યારે હોસ્પિટલની છતોમાંથી પાડી પડી રહ્યું હતું. હોસ્પિટલના દરવાજા તુટેલા હતા ત્યારે તેની જાણકારી પીડબ્લ્યૂ વિભાગને કરવામાં આવી હતી. તેથી આ જવાબદારી દરેક પ્રતિનિધિની બને છે કોઇ એકની નહીં. જ્યારે જોધપુરમાં બે સરકારી હોસ્પિટલમાં 146 બાળકોના મોતના અહેવાલો સામે આવ્યા હતા ત્યારે હવે અહીંના નીઓ ઇન્સેન્ટિવ કેર યુનિટમાં પણ 102 બાળકોના મોત નિપજ્યા હતા.

કોટાની હોસ્પિટલમાં 77 ટકા વોર્મર બંધ હોવાથી વધુ મોત થયા

રાજસ્થાનના કોટામાં એક મહિનામાં 100થી વધુ બાળકોના મોત નિપજ્યા હતા, આ મામલે બાદમાં કેન્દ્રીય કમિટીએ હોસ્પિટલની મુલાકાત લઇને તપાસ હાથ ધરી હતી. આ તપાસના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હોસ્પિટલમાં બાળકો પર ઠંડીની અસર વધુ જોવા મળી છે. જોઇએ તેટલા પ્રમાણમાં હોસ્પિટલમાં વોર્મર નથી અને જે છે તે બંધ હાલતમાં છે. આ રિપોર્ટના જણાવ્યા અનુસાર હોસ્પિટલના 77 ટકા વોર્મર ચાલુ જ નથી. આ વોર્મરનો ઉપયોગ હોસ્પિટલમાં બાળકોને ઠંડીના સમયે ગરમી આપવા માટે પણ થતો હોય છે. હોસ્પિટલમાં જોઇએ તેટલી સુવિધા નહોતી તેમ છતા બાળકોની ભરતીનું પ્રમાણ વધતુ રહ્યું, બાળકોની સંખ્યા સ્ટાફ અને સુવિધા કરતા વધુ હોવાથી પણ જોઇએ તેટલી કાળજી હોસ્પિટલમાં ન લેવામાં આવી. જેને પગલે પણ આ મોત નિપજ્યા છે.

ગુજરાતમાં બાળકોના મોત મુદ્દે મોદી-શાહ મૌન કેમ? : કોંગ્રેસ

અમદાવાદ અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કુલ 219થી વધુ બાળકોના મોત નિપજ્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસે ભાજપની ટોચની નેતાગીરી પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં બાળકોના મોત મુદ્દે અમિત શાહ અને નરેન્દ્ર મોદી કેમ ચુપ છે? જ્યારે કોંગ્રેસના નેતા અને ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં એક જ વર્ષમાં 1250 બાળકોના મોત નિપજ્યા છે. ગુજરાત મોદી અને શાહ બન્નેનું ગૃહ રાજ્ય છે તેમ છતા બન્ને આ મામલે હજુ પણ મૌન છે. કોંગ્રેસે આ આરોપો ત્યારે લગાવ્યા છે જ્યારે ભાજપ પણ રાજસ્થાનના કોટામાં સરકારી હોસ્પિટલમાં 100થી વધુ બાળકોના મોત મુદ્દે સવાલો ઉઠાવી રહી છે અને કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે. તેથી હાલ બાળકોના મોત મુદ્દે સામસામે આરોપો લાગી રહ્યા છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલે આંકડા જારી કરીને આરોપ લગાવ્યો હતો કે અમદાવાદમાં પાછળા ત્રણ મહિનામાં જ સિવિલ હોસ્પિટલમાં 253 બાળકોના મોત નિપજ્યા છે, આ મામલે મોદીજી ચુપ, શાહજી ચુપ કેમ છે? સાથે તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે કોટા હોસ્પિટલમાં બાળકોના મોત મામલે જે લોકો ઉહાપોહ કરી રહ્યા હતા તેઓ હવે ગુજરાતની બે સરકારી હોસ્પિટલોમાં મોત મામલે મૌન કેમ છે?

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!