GSTV

હિટવેવથી જુલાઈ દરમિયાન ગ્રીનલેન્ડનો 160 અબજ ટન બરફ પીગળી ગયો!

Last Updated on July 29, 2019 by Mayur

આખી દુનિયામાં તાપમાન વધી રહ્યું છે. દુનિયાની વાત તો દૂર છે, આપણે ગુજરાતમાં જ અત્યારે ભર ચોમાસે ૩૫-૪૦ ડીગ્રી જેટલું ઊંચુ અને અસાધારણ તાપમાન સહન કરી રહ્યા છીએ. આવી સિૃથતિ યુરોપમાં આવી પહોંચી છે. યુરોપ તેના ઠંડા વાતાવરણ માટે જાણીતો ખંડ છે. ઉત્તર યુરોપના દેશો તો બર્ફિલા છે. પરંતુ આ વખતની ગરમીએ દુનિયાના કોઈ ભાગને છોડયો નથી. પરિણામે ૨૦-૩૦ ડીગ્રીથી ટેવાયેલા યુરોપના શહેરોનું તાપમાન ૪૦ ડીગ્રી ઉપર પહોંચી ગયું છે. પેરિસ, બેલ્જિયમ સહિતના શહેરો અસાધારણ ગરમી સહન કરી રહ્યાં છે.

યુરોપમાં અસાધારણ તાપમાન વૃદ્ધિથી બર્ફિલા દેશ ગ્રીનલેન્ડે ચાલુ જુલાઈ માસ દરમિયાન જ ૧૬૦ અબજ ટન બરફ ગુમાવી દીધો છે. આ ગણતરી હવામાન પર નજર રાખતા યુરોપની ‘પોલાર પોર્ટલ’ નામની વેબસાઈટે રજૂ કરી હતી. આ વેબસાઈટ દૈનિક ધોરણે બરફની વધ-ઘટ પર ધ્યાન રાખે છે. દરમિયાન ‘વર્લ્ડ મિટિરિયોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએમઓ)’ દ્વારા પણ ચેતવણી આપવામાં આવી હતી કે આવી જ સિૃથતિ રહેશે તો આખો બરફનો બનેલો દેશ ગ્રીનલેન્ડ બરફ વિહિન થઈ શકે છે. ગ્રીનલેન્ડની ૮૦ ટકા જમીન પર બરફ છવાયેલો છે.  જુન મહિના દરમિયાન પણ ગ્રીનલેન્ડે ૮૦ અબજ ટન બરફ ગુમાવી દીધો હતો.

બરફ પીગળવાની આ ઝડપ અસાધારણ છે. તેનો ખ્યાલ ભૂતકાળના આંકડા પરથી આવી શકશે. ૧૯૭૦થી ૧૯૯૦ દરમિયાન ગ્રીનલેન્ડનો દર વર્ષે સરેરાશ ૫૦ અબજ ટન બરફ પીગળતો હતો. હવે તેનાથી ત્રણ ગણો વધારે બરફ એક મહિનામાં પાણી થઈ ગયો છે. એકલું ગ્રીનલેન્ડ નહીં અમેરિકાના ઉત્તરી રાજ્ય અલાસ્કાની સિૃથતિ પણ એવી જ છે. અલાસ્કા આખું બરફનું બનેલું રાજ્ય છે, સામાન્ય રીતે ત્યાં તાપમાન શૂન્યથી નીચે જ હોય છે. તેનો બરફ પણ અગાઉ કરતા ૧૦૦ ગણી ઝડપે ઓગળી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગે અચાનક ગિયર બદલીને ઝડપ વધારી હોય એવી સિૃથતિ સર્જાઈ છે. કેમ કે અસાધારણ ગરમી ઉપરાંત હવે બરફ ઓગળી જવાની નવી સમસ્યા ઉભી થઈ છે. 

સંયુક્ત રાષ્ટ્રસંઘની હવામાન સંસ્થાએ પણ ચેતવણી આપી છે કે હિટ વેવ્સની ઘટના હવે વધે એવી પૂરી શક્યતા છે. સામાન્ય રીતે ગરમીનું પ્રચંડ મોઝું ફરી એવી ઘટના નિયમિત બનતી નથી હોતી. પરંતુ છેલ્લા અમુક વર્ષોથી આ હિટ વેવ્સની ઘટનાઓ રેગ્યુલર થઈ ગઈ છે. જુલાઈ મહિના દરમિયાન યુરોપના વિવિધ દેશોમાં તાપમાને વિક્રમો સર્જ્યા હતા. 

દેશમહત્તમ તાપમાન
નેધરલેન્ડ૩૯.૪
જર્મની૪૧.૫
ફ્રાન્સ૪૫.૯
યુ.કે.૩૮.૫
લક્ઝમબર્ગ૪૦.૮
ચેક રિબબ્લિક૩૮.૯
સ્વિત્ઝરલેન્ડ૩૮.૦
સ્કોટલેન્ડ૩૧.૬
ઈટાલિ૩૫.૦
પોર્ટુગલ૪૦.૦

READ ALSO

Related posts

યુએન રિપોર્ટ / આતંકવાદીઓમા સ્વર્ગ બની રહ્યું છે અફઘાનિસ્તાન, પાકિસ્તાન માટે પણ બની શકે છે માથાનો દુ:ખાવો

Zainul Ansari

કોરોના / અલર્ટ રહો, આપણે થાક્યા પણ વાઇરસ નહીં, કોરોનાનો સંપૂર્ણપણે અંત થયો નથી – ડો. વીકે પોલ

Zainul Ansari

Breaking / નિવૃત્તિ પહેલા રાકેશ અસ્થાનાને મોદી સરકારની મોટી ભેટ, દિલ્હી પોલીસના કમિશનર બન્યા ગુજરાત કેડરના IPS

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!