GSTV
Home » News » ક્લાયમેટ ચેન્જની સૂફિયાણી વાતો વચ્ચે 16 વર્ષની કિશોરીએ અમેરિકાને ધ્રૂજાવ્યું

ક્લાયમેટ ચેન્જની સૂફિયાણી વાતો વચ્ચે 16 વર્ષની કિશોરીએ અમેરિકાને ધ્રૂજાવ્યું

કલાયમેટ ચેન્જ, આ નામ આપણે છેલ્લા ઘણા સમયથી સાંભળતા આવીએ છીએ પરંતુ ક્લાયમેટ ચેન્જના કારણે સમગ્ર પૃથ્વી પર થતી પ્રતિકુળ અસરોને ઘટાડવા દુનિયાના ટોચના દેશો જ્યાં કામગીરીના નામે ફક્ત ફીફા ખાંડે છે. તેવામાં સ્વીડનની 16 વર્ષીય ગ્રેટા થનબર્ગે ક્લાયમેટ ચેન્જ મુદ્દે અસરકારક ઝૂંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત ગ્રેટાએ અમેરિકન કોંગ્રેસ સમક્ષ તેમનો પક્ષ રજૂ કર્યો. એટલું જ નહિં જળવાયુ પરિવર્તન મુદ્દે નિષ્ક્રિયતા દાખવવા માટે નેતાઓની દાનત સામે સવાલો પણ ઉઠાવ્યા.

જગતના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાની કોંગ્રેસને સંબોધી રહેલી આ 16 વર્ષીય કિશોરીનું નામ છે ગ્રેટા થનબર્ગ. સ્વીડનની રહેવાસી ગ્રેટા થેનબર્ગનું કદ ભલે નાનું હોય પરંતુ તેના વિચારો અને તેની સમજણ એટલી ઉંચી છે કે આખી દુનિયા તેને ધ્યાનપૂર્વક સાંભળે છે. ક્લાયમેટ ચેન્જની મોટીમોટી વાતો તો બધા કરે છે પરંતુ તેને રોકવા માટે ગ્રેટા થનબર્ગે જે પ્રયાસો શરૂ કર્યા છે તેના કારણે તે આજે દુનિયાભરમાં મશહૂર છે.

ગ્રેટા થેનબર્ગ સમગ્ર દુનિયામાં ક્લાયમેટ ચેન્જ અટકાવવા ઝૂંબેશ ચલાવી રહી છે. જે અંતર્ગત તેમણે અમેરિકાની કોંગ્રેસ સમક્ષ પણ તેમના વિચારો રજૂ કર્યા. ક્લાયમેટ ચેન્જ મુદ્દે વાતોના વડા કરતા જગત જમાદાર અમેરિકાના ધુરંધર નેતાઓને ગ્રેટાએ આ મુદ્દે નક્કર કાર્યવાહી કરવા મોઢામોઢ સંભળાવી દીધું. ગ્રેટાએ જણાવ્યું કે ક્લાયમેટ ચેન્જ મુદ્દે વૈજ્ઞાનિકોની વાત સાંભળો અને પર્યાવરણને બચાવવા નક્કર કામગીરી કરો. બીજી તરફ કોંગ્રેસના સભ્યોએ અમેરિકા ક્લાયમેટ ચેન્જ પાછળ ઘણો ખર્ચ કરતું હોવાની દલીલ કરી. તો ગ્રેટાએ આ જ દલીલનો તેમની સામે ઉપયોગ કરી વળતો જવાબ આપ્યો.

ઉલ્લેખનીય છે કે દુનિયાના ટોચના દેશો કાર્બન ઉત્સર્જન ઘટાડવા દર વર્ષે બેઠકો યોજે છે પરંતુ બધા ક્લાયમેટ ચેન્જના નામે ફક્ત ફીફા ખાંડી રહ્યા છે અને ઉત્તરોત્તર કાર્બન ઉત્સર્જન વધારી રહ્યા છે. આવા સંજોગોમાં ગ્રેટા ક્લાયમેટ ચેન્જની ઝૂંબેશ ચલાવી તમામ દેશોને તેમની જવાબદારીનું ભાન કરાવી રહી છે. આઇપીસીસીએ ગ્લોબલ વોર્મિંગના 1.5 ડિગ્રી તાપમાન મુદ્દે ખાસ રિપોર્ટ 8 ઓક્ટોબર 2018માં રજૂ કર્યો છે. હું નથી ઇચ્છતી કે તમે મારી વાત સાંભળો પરંતુ તમે વૈજ્ઞાનિકોની વાતો તો સાંભળો. બધા સાથે મળીને નક્કર કાર્યવાહી કરો તેમ હું ઇચ્છું છું.

READ ALSO

Related posts

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari

મહારાષ્ટ્ર વિધાનસભામાં એક્ઝિટ પોલના આંકડા મુજબ ભાજપ-શિવસેનાને મળશે આટલી સીટો

Nilesh Jethva

70 વર્ષોમાં પહેલીવાર આવુ થયુ, પાકિસ્તાને ભારતની આ સેવા પર મુક્યો પ્રતિબંધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!