GSTV
Crime Trending

શરમજનક/ લખનૌમાં PUBG રમવાની ના પાડતા 16 વર્ષના છોકરાએ કરી માતાની હત્યા, બે દિવસ સુધી ઘરમાં સંતાડીને રાખી લાશ

અત્યારે લોકો ગેમ અને મોબાઈલમાં પોતાનો મોટા ભાગનો સમય પસાર કરતા હોય છે. પરંતુ તેની લત એ ખૂબ જ ખરાબ બાબત છે. હાલમાં જ એક ચોંકાવનારી ઘટના બની હતી. લખનૌના એક 16 વર્ષના છોકરાએ તેની માતાને ઓનલાઈન ગેમ PUBG રમવાથી રોક્યા પછી તેણે તેની માતાને ગોળી મારીને હત્યા કરી દીધી. કિશોરને ગેમ રમવાની લત હોવાનું કહેવાય છે.

PUBG

ઘટના 5 જૂનની છે, પરંતુ પોતાના ગુનાને ઢાંકવા માટે સગીર આરોપીએ માતાની લાશને બે દિવસ સુધી ઘરમાં છુપાવીને રાખી હતી. તેણે નાની બહેનને ધમકી આપીને બીજા રૂમમાં બંધ કરી દીધી હતી. કિશોરે લશ્કરી પિતાની લાયસન્સવાળી રિવોલ્વરથી આ ગુનાને અંજામ આપ્યો હતો. આ ચોંકાવનારી ઘટના લખનૌના પોલીસ સ્ટેશનના પીજીઆઈ વિસ્તારમાંથી સામે આવી છે.

મળતી માહિતી મુજબ, કિશોરે બે દિવસ સુધી રૂમ ફ્રેશનરથી મૃતદેહની દુર્ગંધ છુપાવી હતી, પરંતુ જ્યારે દુર્ગંધ વધી ત્યારે તેણે પિતાને હત્યાની જાણ કરી. પિતા આસામ જિલ્લા અંસનસોલમાં તૈનાત છે, ત્યારબાદ તેમણે લખનૌ પોલીસને હત્યા વિશેની જાણકારી આપી હતી.

PUBG

PUBGની લાગી હતી લત

પૂર્વ લખનૌના એડીસીપી કાસિમ આબિદીએ જણાવ્યું હતું કે “પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યુ છે કે, તેને PUBGની લત લાગી ગઈ હતી અને તેની માતા તેને રમવા માટે રોકતી હતી, જેના કારણે તેણે પોતાના પિતાની બંદૂક લઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે શનિ અને રવિવારની વચ્ચે રાત્રે આ અપરાધ કર્યો હતો.

એડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે છોકરાએ તપાસ દરમિયાન “ઇલેક્ટ્રીશિયન વિશે ખોટી વાર્તા કહીને” પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ અધિકારીએ કહ્યું, “અમે છોકરાને કસ્ટડીમાં લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.”

READ ALSO:

Related posts

કામની વાત! આધાર કાર્ડને અપડેટ કરાવતા લેવાય છે બહોળો ચાર્જ, આવો અનુભવ તમને પણ થાય તો અહિં નોંધાવો ફરિયાદ

Binas Saiyed

લાલ સૂટમાં સપના ચૌધરીનો શાનદાર ડાન્સ, સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ

Damini Patel

રખડતા ઢોરે લીધો વધુ એક જીવ : અંધારામાં રસ્તા પર બેસેલી ગાય ન દેખાતા સર્જાયો અકસ્માત, બાઇક ચાલક યુવાનનું મોત

Bansari Gohel
GSTV