GSTV
Home » News » ઈન્ડિયન આર્મી એક્શન મોડમાં : કાશ્મીરમાં 28 દિવસમાં છ મોટા સૈન્ય ઓપરેશન, 16 આતંકીઓ ઠાર

ઈન્ડિયન આર્મી એક્શન મોડમાં : કાશ્મીરમાં 28 દિવસમાં છ મોટા સૈન્ય ઓપરેશન, 16 આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવી તે બાદ પાકિસ્તાન દ્વારા સતત ભારતને નુકસાન પહોંચાડવાના પ્રયાસ થઇ રહ્યા છે. સોમવારે મોડી રાત્રે પાકિસ્તાનના વધુ એક કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું.

પાકિસ્તાને ભારતની સ્થિતિને જાણવા માટે એક ડ્રોન મોકલ્યું હતું. જોકે આ કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. બીજી તરફ કાશ્મીરમાં આતંકીઓ સામે સૈન્ય અભિયાન ચાલી રહ્યું છે. જેમાં છેલ્લા 28 દિવસમાં 16 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

28 દિવસમાં જે પણ આતંકીઓ માર્યા ગયા તેમાંથી છ આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે. એટલુ જ નહીં હિઝબુલ કમાંડર નાવેદ મુસ્તાક સહિત 10 આતંકીઓને પકડી લેવામાં આવ્યા છે.

india pakistan peace

સુરક્ષા જવાનોએ સોમવારે મોડી રાત્રે રેડવાનીના રહેવાસી આતંકી શાહિદ ખારને ઠાર માર્યો હતો. તે જ રીતે લશ્કરના એક આતંકીને સુરક્ષા જવાનોએ પકડી લીધો હતો. દરમિયાન સરહદે પાકિસ્તાન દ્વારા હવે ડ્રોન મોકલીને સ્થિતિની જાણકારી મેળવવામાં આવે છે અને બાદમાં જો રસ્તો સાફ દેખાય તો આતંકીઓ ઘુસાડવાના પ્રયાસો થાય છે.

આવો જ એક પ્રયાસ બીએસએફના જવાનોએ નિષ્ફળ બનાવી દીધો છે.  જેવુ પાકિસ્તાની ડ્રોન ભારત સરહદમાં ઘુસ્યુ કે તુરંત જ બીએસએફ સતર્ક થઇ ગયું હતું અને ડ્રોનને હવામાં જ ઉડાવી દીધુ હતું. હાલ સરહદે ભારતીય સૈન્ય દ્વારા એવી ટેક્નોલોજી પણ ગોઠવવામા આવી રહી છે કે જે પાકિસ્તાનના કોઇ પણ ડ્રોનને ડિટેક્ટ કરી તોડી શકશે.

આ સિસ્ટમને એંટી ડ્રોન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. સાથે જ આ ડ્રોનમાં 360 ડિગ્રીએ નજર રાખવાની પણ ક્ષમતા હશે. તેમાં રેડિયો ફ્રિક્વેન્સી રિસીવર, એલેક્ટ્રો ઓપ્ટિક સેંસર, જામર અને કંટ્રોલર મેકેનિઝમ પણ હશે. બીજી તરફ 28 દિવસમાં 16 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. જોકે સામે બે જવાનો શહીદ પણ થયા હતા.

india pakistan news

ગત સપ્તાહે જે ઓપરેશન મંગળવારે શરૂ થયું તેમાં બે જવાનો શહીદ થયા હતા. સાથે જ પાંચથી વધુ આતંકીઓને ઠાર પણ મારવામાં આવ્યા હતા. 28 દિવસમાં કુલ છ ઓપરેશન પાર પાડવામાં આવ્યા હતા, જે 16 આતંકી માર્યા ગયા તેમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર યાસિરનો પણ સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

તાજમહેલ નિહાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા દિલ્હી, સીએમ યોગીએ આપી આ ખાસ ભેટ

Nilesh Jethva

ટ્રમ્પના સન્માનમાં રાત્રિ ભોજનમાં એક પણ કોંગ્રેસી નેતા નહીં જાય, આ છે કારણ

Ankita Trada

મોટેરા સ્ટેડિયમમાં 53 મિનિટ સુધી ચાલ્યું ભાષણ, જાણો કોનું ભાષણ હતું લાંબુ ટ્રમ્પનું કે મોદીનું?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!