GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ભારતના આ હોટ ફેવરિટ પર્યટન સ્થળ પર હાલમાં જવાનું ટાળજો, કારણ કે…

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે કુલ 16 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં આશરે 551 માર્ગો બંધ છે. ભારે વરસાદના કારણે રાજ્યની ઘણી શાળા-કોલેજમાં રજા જાહેર કરવી પડી છે. આ ઉપરાંત ભાજપ અધ્યક્ષ અમિત શાહનો શિમલા પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં 775 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. લોક નિર્માણ વિભાગને સૌથી વધુ 391 કરોડનું નુકસાન થયું. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટે 96 કરોડ રૂપિયાની સહાયતા રકમ જાહેર કરી છે.

ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સતત વધી રહી છે. જેના કારણે શિમલા. મંડી. સોલન અને ઉનામાં શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે સોલનની તમામ શાળા અને આંગનવાડી કેન્દ્રમાં રજા જાહેર કરી દેવાઇ છે. કુલ્લુમાં બે દિવસના વરસાદથી અફરા તફરી મચી છે. અહીં મણિકર્ણ ખીણમાં વાદળ ફાટવાની ઘટના બની. જેનું પાણીએ કટાગળા વિસ્તારને જળમગ્ન કરી દીધુ. તંત્રની બચાવ ટીમે ઘટના સ્થળે પહોંચીને અહીં ફસાયેલા ત્રણ વિદેશી પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું. કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે. અહીંની પ્રમુખ નદીઓ બ્યાસ અને પાર્વતીએ ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદના કારણે ઘણા સ્થળોએ કાર અને માર્ગો કાટમાળમાં દબાયા છે.

Related posts

દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની શકે છે ભારતીય પોસ્ટ, ગ્રામિણ બેંકોનું થઈ શકે છે વિલિનીકરણ

Pravin Makwana

અમદાવાદની સોલા સિવિલના આઇ.સી.યુ વોર્ડની દયનીય સ્થિતિનો વીડિયો વાયરલ

Nilesh Jethva

સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની હપ્તાખોરીનો વીડિયો વાયરલ થતા નાયબ પોલીસ કમિશનરે કરી મોટી કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!