GSTV
India News ટોપ સ્ટોરી

દિલ્હીની મુંડકા ઈમારતમાં ભીષણ આગમાં 26 લોકો ભડથું, હજુ મૃત્યુઆંક વધવાની શક્યતા, બચાવકામગીરી પૂરજોશમાં

પશ્ચિમ દિલ્હીમાં મેટ્રો સ્ટેશન નજીક એક બિલ્ડિંગમાં શુક્રવારે સાંજે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતા ફાયર વિભાગના લગભગ બે ડઝન ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ આગમા અત્યાર સુધીમાં 26 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. બિલ્ડિંગમાં ફસાયેલા 9 ઘાયલોને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંડકા વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બિલ્ડિંગમાંથી મૃતદેહો કાઢવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 4.40 વાગ્યે આ અંગેની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડના 24 ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મેટ્રો સ્ટેશનના પિલર નંબર 544 પાસે સ્થિત બિલ્ડીંગમાં આગ લાગી છે, જેને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ બિલ્ડીંગ 3 માળની છે અને મોટા ભાગે અહીં કોમર્શિયલ ઉપયોગ માટેની ઓફિસો આવેલી છે. આગની ઘટના પ્રથમ માળેથી શરૂ થઈ હતી. કંપનીના માલિકની પોલીસે ધરપકડ કરી છે.

READ ALSO

Related posts

સંજય રાઉતનો એકનાથ શિંદેને ખુલ્લો પડકાર! તમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે તો શા માટે ગુવાહાટીમાં છો, દેખાડો તમારું શક્તિપ્રદર્શન

pratikshah

ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં, કોલેજના આચાર્યની મનમાની સામે રોષ

pratikshah

મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણમાં હવે દાઉદ ઈબ્રાહીમના નામની એન્ટ્રી, એકનાથ શિંદેના એક Tweetએ મચાવી બબાલ

pratikshah
GSTV