GSTV

ભારે વરસાદની આગાહીના પગલે ઉકાઇ ડેમના 16 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા, તાપી નદી પણ બે કાંઠે

ડેમ

ભારે વરસાદની આગાહીના પગલે એલર્ટ ઉકાઇ ડેમના સતાધીશોએ પાણીનો મોટો જથ્થો આવે તો ડેમમાંથી વધુ પાણી છોડવુ નહીં પડે તે માટે સપાટી રૃલલેવલથી બે ફુટ નીચી 333 ફૂટ પર લઇ જવાનો નિર્ણય કરીને આજે બપોરે 12 વાગ્યાથી ૧.૨૫ લાખ કયુસેક ઇનફલોની સામે ડેમના 16 દરવાજા છ ફુટના ખોલીને 1.76 લાખ કયુસેક પાણી તાપી નદીમાં છોડીને સપાટી ડાઉન કરવાનું શરૃ કર્યુ છે. સતાધીશો 333 ફૂટ જાળવી રાખીને પાણી છોડવાનું ચાલુ જ રાખશે.

બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ઉકાઇ ડેમના અપર અને મીડલ વિસ્તારમાં બે દિવસમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે.આ આગાહીના પગલે વિતેલા 36 કલાકમાં દેડતલાઇમાં 3 ઇંચ, સાગબારામાં ચીખલોદમાં ૨ઇંચ, સારનખેડા ખેટીયામાં 1 ઇંચ સહિત કુલ 506 મિ.મિ અને સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આટલો ઓછો વરસાદ હોવાછતા ભારે વરસાદની આગાહી હોવાથી સતાધીશો કોઇ ચાન્સ લેવા માંગતા નહીં હોઇ તેમ સપાટી ઘટાડીને 333 ફૂટ સુધી લઇ જવાનો નિર્ણય કરાયો હતો.

તાપી નદી બે કાંઠે

આ નિર્ણયના પગલે આજે બપોરે 12 વાગ્યે 1.25 લાખ કયુસેક ઇનફલો આવતો હોવાછતા સતાધીશોએ જે 1.66 લાખ કયુસેક પાણી છોડાતુ હતુ. તેમાં વધારો કરીને 1.76 લાખ કયુસેક કરીને સપાટી વધુ નીચી લઇ જવાની કવાયત આદરી હતી. આજે દિવસના 1.25 લાખ કયુસેક સુધીનો ઇનફલોની સામે 1.76 લાખ કયુસેક પાણી છોડાતુ હતુ. આ પાણીની આવક સુરત સ્થિત તાપી નદીમાં આવતા તાપી બન્ને કાંઠે છલોછલ વહેતી હતી. આજે હથનુર ડેમમાંથી 57,000 કયુસેક પાણી છોડાઇ રહ્યુ છે.દરમ્યાન મોડી સાંજે છ વાગ્યે ઉકાઇ ડેમની સપાટી 333.57 ફૂટે પહોંચવાની સાથે જ પાણીની આવક ઘટીને 89,000 કયુસેક થઇ જતા સતાધીશોએ રાહત અનુભવી હતી. ઉકાઇ ડેમનું રૃલલેવલ 335 ફૂટ અને ભયજનક સપાટી 345ફૂટ છે.

Read Also

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત

Pravin Makwana

અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!