GSTV
Home » News » પૈસાની લેણદેણ હોય કે મોબાઈલ પોર્ટ, 16 ડિસેમ્બરથી બદલાઈ જશે આ 2 નિયમો

પૈસાની લેણદેણ હોય કે મોબાઈલ પોર્ટ, 16 ડિસેમ્બરથી બદલાઈ જશે આ 2 નિયમો

જો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અથવા મોબાઈલ પોર્ટેબિલીટી કરવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે, વાસ્તવમાં 16 ડિસેમ્બર એટલેકે સોમવારથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને મોબાઈલ પોર્ટેબિલિટીનાં નિયમોમાં બદલાવ થવાના છે.

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હવે કોઈ પણ સમયે

નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) દ્વારા કોઈ પણ સમયે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુવિધા અવકાશ સહિત સપ્તાહના સાત દિવસ ઉપલબ્ધ રહેશે. તેનો મતલબ એ થયો કે, હવે તમે કોઈ પણ સમયે ક્યારેય પણ NEFT દ્વારા પૈસાની ઓનલાઈન લેણ-દેણ કરી શકો છો.

NEFT ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની એક રીત છે. જે હેઠળ બે લાખ રૂપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરી શકાય છે. હાલમાં સામાન્ય દિવસોમાં NEFT ટ્રાન્ઝેક્શન સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધી જ થાય છે.

તો પહેલાં અને ત્રીજા શનિવારે સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી જ થઈ શકે છે. તેને લઈને હાલમાં રિઝર્વ બેંકે નોટિફિકેશન પણ રજૂ કર્યુ છે.

નંબર પોર્ટેબિલિટી હવે થોડા જ દિવસોમાં

જો તમે મોબાઈલ નંબર પોર્ટ કરાવવાનું વિચારી રહ્યા છો તો 16 ડિસેમ્બરથી તમારું કામ સરળ થઈ જશે. હવેથી તમે ફક્ત 3 દિવસમાં જ નંબર પોર્ટ કરાવી શકશો.

હાલમાં નંબર પોર્ટ કરાવવા માટે 15-20 દિવસનો સમય લાગતો હતો. જોકે, બીજા સર્કલમાં નંબર પોર્ટ પાંચ કામકાજનાં દિવસોમાં પોર્ટ કરાવી શકશો. આ બદલાવો માટે 10થી 15 ડિસેમ્બર સુધૂ પોર્ટિંગની સુવિધા બંધ રાખવામાં આવી છે.

15 ડિસેમ્બરથી નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. એટલેકે કારનાં વિન્ડ સ્ક્રીન પર ફાસ્ટેગ લગાવવું પડશે. જો તમે એવું નહી કરો અને ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ લેનમાં એન્ટ્રી કરી લીધી તો તમારે દંડ ભરવો પડી શકે છે. આ દંડ ડબલ ટોલ ટેક્સનાં રૂપમાં લેવામાં આવશે.

READ ALSO

Related posts

નેતા વિપક્ષ ધાનાણીએ એક બાદ એક ટ્વીટ કરી ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કરી આ માગ

Nilesh Jethva

આ મહાશિવરાત્રી પર નાગિન લેશે પોતાનો બદલો, આ શખ્સની સામે ખુલી જશે બ્રિન્દાની હકીકત

Ankita Trada

આ છે દુનિયાના સૌથી ધનવાન પરિવાર, જેમાં એક ભારતીય પરિવારનો પણ સમાવેશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!