16 કેમેરાવાળો ફોન વાપરવા માટે થઈ જાઓ તૈયાર, લાવી રહી છે આ કંપની

સેમસંગ કંપનીએ હાલમાં જ 4 કેમેરા ધરાવતો ફોન લોન્ચ કર્યો છે. પરંતુ શું તમે ક્યારેય 16 કેમેરા ધરાવતા ફોન વિશે વિચાર્યું છે. તો જાણી લો કે દક્ષિણ કોરિયાની ઇલેક્ટ્રોનિક કંપની હાલમાં જ યુનાઈટેડ સ્ટેટ્સ પેટેંટ અને ટ્રેડમાર્ક ઓફિસ(USPTO)થી 16 લેંસવાળી કેમેરા સિસ્ટમનું વિચારી રહી છે.

જો કે હજુ LG કંપનીએ આ વિશે કોઈ વઘારે માહિતી નથી આપી પણ ટૂક સમયમાં જ 16 લેંસવાળા કેમેરા ધરાવતો ફોન લોંચ કરશે. LetsGoDigitalનાં રિપોર્ટ અનુસાર એચડી ફોટો પાડવા માટે 16 લેંસવાળા કેમેરા ધરાવતો ફોન લોંચ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ કેમેરાની મદદથી યુજર અલગ અલગ ફોકલ લેન્થ સાથે ફો઼ટો પાડી શકે છે. અને ફોટો પાડી લીધા પછી એને એડિટ પણ કરી શકાશે. તેમજ કેમેરાની સાથે સાથે વાઈલ્ડ એંગલ, ફિશઆઈ, ટેલિફોટો અને મેક્રો શોટ પણ મળવાની સંભાવના છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter