GSTV
India News Trending

SPECIAL 26 : ઉત્તર પ્રદેશમાં નકલી સીબીઆઇ અધિકારી બનીને દરોડો પાડવા ગયેલાં 16ની ધરપકડ

અક્ષય કુમારની ફિલ્મ ‘સ્પેશિયલ ૨૬’થી પ્રેરાઇને ઉત્તર પ્રદેશના ૧૯ ઠગોની એક ટોળકીએ CBI અધિકારીઓ બની ખાંડ મિલમાં રેડ કરવાના નામે પૈસાનો તોડ કરવા પ્રયાસ કરતાં પકડાઇ ગયેલા, જો કે ૧૯ પૈકી ત્રણ જણા ભાગવામાં સફળ થયા હતા.ખરા સમયે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચતા તેમને જેલમાં જવું પડયું હતું. અત્રેના અસમોલી વિસ્તારમાં આવેલી એક ખાંડની મિલમાં રેડ પાડવા ૧૯ જણા CBI અધિકારી બનીને ગયા હતા.

 પોલીસના જણાવ્યા અનુસાર, ગુરૂવારે તેઓ CBI અધિકારી બનીને ગયા બતા અને તેમણે દાવો કર્યો હતો કે તમે વેપારમાં અનેક ગેરરિતીઓ આચરી હતી. પ્રદુષણ નિયંત્રણના અનેક નિયમોનો ભંગ કર્યો હતો. તેમણે મિલના મેનેજર પાસેથી ૧૫-૨૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. મેનેજરને ગંધ આવી જતાં સ્ટાફે પોલીસને જાણ કરી હતી જેમણે  આવતાની સાથે જ ૧૬ જણાને પકડી લીધા હતા,જોકે  ત્રણ જણા ભાગવામાં સફળ થયા હતા.

પકડાયેલા તમામને જેલ ભેગા કરાયા હતા. અક્ષય કુમારની ફિલ્મમાં પણ કંઇ આવું જ હોય છે. અક્ષયની ફિલ્મ ૧૯૮૭ના ઓપેરા હાઉસ નાટક પરથી બનાવવામાં આવી હતી જેમાં કેટલાક ઠગો પોતાની જાતને CBI અધિકારી બતાવે છે.તેઓ આયકર વિભાગના અધિકારી બનીને લોકો પાસેથી પૈસા પડાવે છે. ખાસ કરીને મુંબઇના સોનીઓને ભોગ બનાવતા હતા.

READ ALSO

Related posts

રશિયા અને યુક્રેનના યુદ્ધે વિશ્વને બે જૂથમાં વહેચ્યું, ડ્રોન ભજવી રહ્યું છે મોટી ભૂમિકા

Siddhi Sheth

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર / હિમાચલ પ્રદેશમાં 24થી 25 માર્ચ સુધી વરસાદની શક્યતા, હિમવર્ષાથી રસ્તા પર બરફ જમા થઈ ગયો

Padma Patel

Supreme Court: બિલકિસ બાનોના મામલે બનાવાશે સ્પેશિય બેન્ચ, CJI ચંદ્રચૂડે કહ્યું- સાંજે કરશું વિચાર

Kaushal Pancholi
GSTV