કોરોનાને કારણે મેટ્રો રેલ સેવાને 16.70 લાખનુ નુકશાન ગયુ છે. માર્ચ માસમા લોકાડાઉન આવતા ટ્રેન બંધ કરી દેવામા આવી હતી. જે આગામી સાત તારીખે ફરી પાટા પર દોડતી થશે. પરંતુ ત્યા સુધીમા મેટ્રો રેલ સેવાને મોટા પાયે નુકશાન પહોંચ્યું છે. મેટ્રો ટ્રેનમા વસ્ત્રાલ ગામથી એપરલ પાર્કની રુપિયા 10ની ટીકીટ છે.
તંત્રનુ માનીએ તો મેટ્રો ટ્રેનમા રોજના એક હજાર મુસાફરો મુસાફરી કરે છે અને પ્રતિદિન દસ હજારની આવક થાય છે. જોકે ટ્રેન બંધ હોવાથી તે આવક થઇ શકી નથી. આથી 16.70 લાખ જેટલી આવક ગુમાવાનો વારો આવ્યો છે. હવે જોવાનુ એ રહે છે કે 167 દિવસ પછી એટલે કે સાત તારીખથી ટ્રેન શરુ થશે ત્યારે મુસાફરોનો કેવો પ્રતિસાદ મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વસ્ત્રાલ ગામથી એપરલપાર્કના 6.5 કીમીના રુટનુ માર્ચ 2019માં લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.
READ ALSO
- IPL 2022/ આ સિઝનમાં સુપર ફ્લોપ રહ્યા ટીમ ઇન્ડિયાના સુપરસ્ટાર ખેલાડી, રમતમાં ખુબ ખરાબ રીતે કર્યા નિરાશ
- અતિ મહત્વનું! ૬૩૨ કરોડના ખર્ચે બનનારા ઈન્ટરનેશનલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું અમિત શાહ દ્વારા થશે ખાતમૂહુર્ત, અધ્યત્ન સુવિધાથી સજ્જ હશે આ કોમ્પલેક્ષ
- વીમા રત્ન યોજના/ LIC એ અત્યાર સુધીનો સૌથી અદભુત પ્લાન લોન્ચ કર્યો! 5,000 ના રોકાણ પર તમને મળશે બમ્પર વળતર
- વિચિત્ર બીમારી/ વ્યક્તિએ પત્ની સાથે સબંધ બનાવ્યાના 10 મિનિટ પછી ગુમાવી દીધી યાદ શક્તિ, ડોકટરે જણાવ્યું આનું કારણ
- દેશમાં ડ્રગ્સના દાણચોરો પર કેન્દ્રીય એજન્સીઓની તવાઈ, NCBએ 500 કરોડના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે પાંચને દબોચ્યા