આજે જૂનાગઢની આઝાદીની 71મી વર્ષગાંઠ

09 નવેમ્બરજૂનાગઢ માટે સવિશેષ દિવસ છે આજ દિવસે જૂનાગઢ આઝાદ થયું હતું. આજે જૂનાગઢની આઝાદીની71મી વર્ષગાંઠ છે. જૂનાગઢના આઝાદીના ઇતિહાસ અને સરદાર પટેલની કુનેહથી જૂનાગઢનેપાકિસ્તાનથી અલગ કરી ભારતનો હિસ્સો બનાવી શકાયો હતો. જો સરદારે જૂનાગઢનાગૂંચવાયેલા પ્રશ્નમાં રસ લીધો ન હોત તો ગુજરાત કે ભારતનો નકશો આજ જુદો જ હોત.

આજેપણ કાશ્મીરની જેમ જ જૂનાગઢનો મામલો સંયુક્ત રાષ્ટ્રમાં ગાજતો રહ્યો હોત. જૂનાગઢનીઆઝાદીના પર્વે જૂનાગઢમાં વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. જૂનાગઢ એક તબક્કેપાકિસ્તાનનો હિસ્સો બન્યું હોવાથી ઐતિહાસિક રીતે તે મહત્વનું સ્થાન ધરાવે છે.રાજ્ય સરકારે વર્ષ ૧૯૯૭થી જૂનાગઢના આઝાદી પર્વની ઉજવણી શરૂ કરી હતી. જે હવે એકપરંપરા બની ગઇ છે.

આજે જૂનાગઢ માટે સવિશેષ દિવસ છે.આજના દિવસે જૂનાગઢ આઝાદ થયું હતું. એક સમયે પાકિસ્તાનમાં જવાની હિલચાલ વચ્ચે જૂનાગઢને મળેલી આ આઝાદી ઘણી જ અમૂલ્ય છે. સંઘર્ષથી લઇને સ્વતંત્રતાની આ સફર ઘણી જ રોમાંચક છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter