GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

15મી ઓગસ્ટની ઉજવણી માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન, આ નિયમોનું કરવુ પડશે ફરજિયાત પાલન

15

રાજ્યમાં 15મી ઓગસ્ટની ઉજવણી માટે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય એમ ત્રણેય કક્ષાએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે વિશેષ ગાઇડલાઇન જાહેર કરાઇ છે. જે અંતર્ગત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગાર્ડ ઓફ ઓનર, મુખ્યપ્રધાનનું પ્રવચન તેમજ રાષ્ટ્રગાન ગાવામાં આવશે.  ઉજવણીમાં ઉપસ્થિત રહેનાર તમામે કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.

ગાઇડલાઇન મુજબ જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટે 150 આમંત્રિતો જ ઉપસ્થિત રહી શકશે. જ્યારે કે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં 100 તેમજ ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમમાં 50 આમંત્રિતો જ ઉપસ્થિત રહી શકશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કોરોના વોરિયર્સ એવા ડોક્ટર, આરોગ્ય તેમજ સ્વાસ્થ્ય કર્મચારીઓને આમંત્રણ આપવામાં આવશે. સાથે જ ગંભીર પરિસ્થિતિમાં કોરોનાને મ્હાત આપી સાજા થનારા વ્યક્તિઓને પણ આમંત્રિત કરવામાં આવશે.

૧૫ ઓગસ્ટની ઉજવણી માટે ગાઇડલાઇન                      

  • રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગાર્ડ ઓફ ઓનર, સીએમનું પ્રવચન અને રાષ્ટ્રગાન ગાવામાં આવશે
  • જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ૧૫૦ આમંત્રિતો જ ઉપિસ્થત રહી શકશે
  • મંચ પર ફક્ત પાંચ જ મહાનુભાવો બેસી શકશે
  • તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ૧૦૦ આમંત્રિતો જ ઉપિસ્થત રહી શકશે
  • ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમમાં ૫૦ આમંત્રિતો જ ઉપિસ્થત રહી શકશે
  • ડોક્ટર્સ, આરોગ્યકર્મીઓ તેમજ કોરોનાને મ્હાત આપનારાઓને આમંત્રિત કરાશે
  • તમામે કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે

Read Also

Related posts

દ્ર્શ્યમ-મદારી જેવી ફિલ્મોના નિર્દેશક નિશિકાંતની હાલત અત્યંત ગંભીર, હોસ્પિટલમાં કરાયા દાખલ

Arohi

બેંકમાંથી ધિરાણ લેનારાઓ માટે આવી છે ખુશખબર, આ બધી બેંકોએ લોન પર વ્યાજદર ઘટાડ્યું

Karan

સપના ઉંચા જ જોવાના! પ્રાઈવેટ જેટથી લઈને પર્સનલ ટાપુ… આ હતા રિયા ચક્રવર્તીના ‘મુંગેરીલાલના હસીન સપના’

Arohi
Do NOT follow this link or you will be banned from the site!