GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ગુજરાતમાં જૂન પડ્યો ભારે, 1 મહિનામાં નવા 15850 પોઝીટીવ કેસ સાથે ડબલ થયો આંક

રાજ્યમાં કોરોના મહામારીના આંક સતત ઊંચા આવી રહ્યા છે. રાજ્યમાં જૂન મહિનામાંજ નવા 16 હજાર જેટલા કેસ આવ્યા છે. જૂન મહિનાની શરૂઆત અગાઉ રાજ્યમાં કોરોના મહામારીનો આંક 16794 થયો હતો. જે આજે વધીને 32643 પર પહોંચી ગયો છે. રાજ્યમાં જૂન મહિનામાં રાજ્યનું આખું ચિત્ર બદલાઈ ગયું છે. રાજ્યમાં એપ્રિલ મહિના સુધી કોરોના સંક્રમણ કાબુમાં હતું. રાજ્યમાં એપ્રિલ મહિના સુધી આખા રાજ્યમાં પૂરા 4,500 કેસ પણ નહોતા. આજે સુરતમાં પણ એનાથી વધારે કેસ થઈ ગયા છે. મે મહિનામાં નવા 12,400 પોઝીટીવ કેસ આવ્યા હતા. આજે જૂન મહિનામાં 15850 વધુ પોઝીટીવ કેસ ઉમેરાયા છે. જૂન મહિનામાં જ રાજ્યમાં 800 લોકોના મોત થયા એ હકિકત પણ છે. રાજ્યમાં દિવસે દિવસે કોરોના વકરી રહ્યો છે. રાજ્યમાં અમદાવાદમાં કોરોના સંક્રમણનો આંક 21 હજાર નજીક પહોંચી ગયો છે. જ્યારે સુરતમાં પણ કોરોના સંક્રમણનો આંક 5 હજાર નજીક છે. વડોદરામાં કોરોના મહામારીનો આંક 2,200ને પાર થયો છે. ગાંધીનગરમાં પણ કોરોના મહામારીને લીધે 638થી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. મહેસાણા રાજકોટ ભાવનગરમાં 250થી વધારે પોઝીટીવ કેસ આવ્યા છે.

તારીખપોઝીટીવ કેસ મોત 
1 જૂન42325
2 જૂન41529
3 જૂન48530
4 જૂન49233
5 જૂન51035
6 જૂન49829
7 જૂન48030
8 જૂન47731
9 જૂન47033
10 જૂન51034
11 જૂન51338
12 જૂન49531
13 જૂન51733
14 જૂન51129
15 જૂન51428
16 જૂન52428
17 જૂન52027
18 જૂન51031
19 જૂન54027
20 જૂન53920
21 જૂન58025
22 જૂન56321
23 જૂન54926
24 જૂન57225
25 જૂન57718
26 જૂન58018
27 જૂન61518
28 જૂન62419
29 જૂન62619
30 જૂન62020

રાજ્યમાં મહામારી યથાવત પણ કોરોનાએ બદલી લીધું હોટસ્પોટ

રાજ્યમાં કોરોના મહામારી યથાવત રહી છે. સતત નવા કેસો વધી રહ્યા છે પરંતુ કોરોના હોટસ્પોટ વિસ્તાર હવે બદલાઈ ગયો છે. રાજ્યમાં સૌથી વધુ સંક્રમણ અમદાવાદમાં થતું હતું પરંતુ છેલ્લા 8 દિવસથી અમદાવાદમાં સતત કોરોના સંક્રમણના કેસો ઘટ્યા છે. જ્યારે સુરતમાં સતત નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદ કરતાં પણ વધારે સુરતમાં નવા પોઝીટીવ કેસ આવ્યા છે. સુરતમાં આજે પણ 200 નવા પોઝીટીવ આવ્યા છે. તો અમદાવાદમાં 197 નવા પોઝીટીવ આવ્યા છે. અર્થાત અમદાવાદથી પણ વધારે નવા કેસો છેલ્લા 24 કલાકમાં સુરતમાં નોંધાયા છે. સુરતમાં છેલ્લા 12 દિવસથી સતત 100થી વધુ નવા પોઝીટીવ આવતા હતા. જ્યારે છેલ્લા બે દિવસથી 200 જેટલા નવા પોઝીટીવ કેસ બહાર આવી રહ્યા છે. સુરતમાં અત્યાર સુધી કોરોના મહામારીનો આંક હવે 5 હજાર નજીક પહોંચી ગયો છે. સુરતમાં અત્યાર સુધી 4800 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. સુરતમાં છેલ્લા 12 દિવસથી કોરોનાએ કરવટ બદલી છે. હિરા ઉદ્યોગ તેમજ કાપડ ઉદ્યોગમાં ફરીથી લોકડાઉન કરવું પડ્યું તેવી સ્થિતિ પેદા થઈ છે.

READ ALSO

Related posts

પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા મુખ્ય પ્રધાન રૂપાણી, કરી મહાદેવની પુજા-અર્ચન

Arohi

ડિપ્લોમા એન્જિનિયરિંગમાં આ તારીખથી પ્રવેશ પ્રક્રિયા શરૂ: રજીસ્ટ્રેશન માટે છે આ છે ડેડલાઇન

Bansari

Corona દર્દીઓની વિગત ન આપતા બે હોસ્પિટલને આરોગ્ય વિભાગે ફટકારી નોટિસ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!