ગુજરાતમાં મોટા શહેરોમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. જેથી ગુજરાતમાં પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1564 કેસ નોંધાયા છે. જ્યારે 16 લોકોના મોત થઇ ગયા છે. જેથી આજદિન સુધીમાં કોરોનાના કારણે 3969 મોત થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કુલ 11 લોકોના મોત થયા છે. સુરતમાં 3 જ્યારે ભરૂચ અને ખેડામાં 1-1 દર્દીનું મોત થયું છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1451 દર્દીઓ રિક્વર થયા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 2 લાખ 8 હજાર 278 કેસ નોંધાઇ ચૂક્યા છે. હાલમાં રાજ્યમાં કુલ 14 હજાર 889 એક્ટિવ કેસ છે. જ્યારે 86 લોકોને ગંભીર સ્થિતી હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.


સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે…કોરોના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવતી દવા એક સપ્તાહથી સિવિલમાં નથી. કોરોના સામે રાહત આપતી મહત્વની ટેબ્લેટનો સિવિલમાં સ્ટોક નથી. કોરોના ગ્રસ્ત દર્દીઓને બહારથી દવા લાવવા સિવિલના ડોક્ટરોએ સુચન કર્યું હતુ..બે હજાર કરતા પણ વધુ કિંમતની દવા બહારથી લાવવા દર્દીઓ મજબુર બન્યા છે..સરકાર પાસેથી 20 હજાર ટેબ્લેટનો સ્ટોક સિવિલ દ્વારા મંગાવવામાં આવી હતી જ્યારે માત્ર બે હજાર સ્ટોક આવ્યો હતો..મેડિકલમાં સરળતાથી મળતી દવા સિવિલ પાસે ન હોવાથી દર્દીના પરિવારોમાં રોષ ફેલાયો હતો.



જામનગરમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે શહેરમાં આવેલી ગુજરી બજારમાં સુપરસ્પ્રેડરના કોરોના ટેસ્ટની કામગીરી કરવામાં આવી. કુલ કુલ 265 જેટલા લોકોના તંત્ર દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. શહેરમાં કોરોનાની વધતી જતી દહેશતના પગલે તંત્ર એક્શનમોડમં આવ્યુ છે. જેથી શહેરના બજાર, શાકમાર્કેટ અને મોલમાં સુપરસ્પ્રેડરોની તપાસ શરૂ કરવામાં આવી છે.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત