GSTV
Home » News » વાલીઓ ઉચી ફી ભરવા રહેજો તૈયાર, શાળાઓએ વધુ ફી વસૂલવા ફરી મ્હોં ફાડ્યું

વાલીઓ ઉચી ફી ભરવા રહેજો તૈયાર, શાળાઓએ વધુ ફી વસૂલવા ફરી મ્હોં ફાડ્યું

રાજ્ય સરકારે ખાનગી શાળાઓની ફી નક્કી કરવા માટે ઘડેલો કાયદો હવે કાયદેસર રહ્યો નથી. ફી નિર્ધારણના નામે સ્વનિર્ભર શાળાઓ દ્વારા તગડી ફી ની વસૂલી ચાલુ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાની 155 સહિત સૌરાષ્ટ્રની શાળાઓએ આગામી ત્રણ વર્ષ માટે ફીમાં તગડો વધારો માંગ્યો છે. શાળાઓએ વધુ ફી વસૂલવા માટે મ્હોં ફાડયું છે. ત્યારે વાલીઓએ પણ કોઈ પણ ભોગે ફી ચૂકવવા તૈયાર રહેવું પડશે.

આ રીતે જેમના ગોળ કુલડીમાં ભંગાય છે એ શાળાઓને ત્રણ વર્ષ માટે ફરી ‘લૂંટ’ ની છૂટ મળશે. રાજકોટની મોદી, ધોળકિયા, સર્વોદય, પતંજલિ, પોદાર, ઈનોવેટિવ, સેન્ટમેરી અને SOS સહિતની જિલ્લાની 155 શાળાઓએ ફી વધારા માટે દરખાસ્ત કરી છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના કો – ઓર્ડીનેટર એવા ડી.ઈ.ઓ. આર.એસ.ઉપાધ્યાય સમક્ષ ખાનગી સ્કૂલોની ફી વધારાની દરખાસ્ત આવી છે. જેમાં રાજકોટની 155 ઉપરાંત મોરબીની 15, જૂનાગઢની 9, ગીર સોમનાથ અને પોરબંદરની 4 – 4 તથા અમરેલીની 3 સ્કૂલે ફી વધારા માટેની અરજી કરી છે.

READ ALSO

Related posts

ડોન રવિ પુજારીને ભારત લાવવાની તૈયારીઓ આખરી ચરણમાં, આજે આવી શકે છે ભારત

pratik shah

આ ખેડૂતને એક સમયે ખાવાના ફાંફા હતા, પણ પછી આ ખેતી કરી અને આર્થિક સ્થિતિ બદલી જ ગઈ

Mayur

ટ્રમ્પના પુત્રનો શોખ શિકાર કરવો છે, 1000 ડોલર ફી ભરી હવે રીંછનો શિકાર કરશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!