GSTV

ખેડૂતો માટે ખુશખબર: કચ્છના 155 ખેડૂતો સરકારની મદદથી કરશે કમલમ ફ્રૂટની ખેતી, બજારમાં માગ ખૂબ વધી

Last Updated on September 18, 2021 by Pravin Makwana

સરહદી જિલ્લા કચ્છના ખેડૂતો વરસાદી અનિયમિતતા તેમજ વાતાવરણમાં નોંધપાત્ર બદલાવના કારણે બાગાયતી પાક ડ્રેગન ફ્રુટની ખેતી તરફ વળ્યા છે. ગરમ અને ભેજવાળું વાતાવરણ ડ્રેગન ફ્રુટના છોડને માફક હોવાથી જૂનથી લઈને ઓગષ્ટ સુધી વાવેતર કરવામાં આવે છે. ત્યારે કચ્છના ૧પપ ખેડૂતો સરકારી સહાયથી ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી રહ્યા છે.

મૂળ વિદેશી ફ્રુટ ગણાતા પરંતુ અનેક ગુણોથી ભરપુર ડ્રેગન ફ્રુટની ખેતીને પ્રોત્સાહન મળી હરે તે હેતુથી રાજ્ય સરકરે કમળના ફૂલ જેવા દેખાતા ડ્રેગન ફ્રુટને કમલમ્ ફ્રુટ તરીક નામ આપી બાગાયતી ખેતી હેઠળ ખેડૂતોને સરકારી સહાય આપવા ખાસ યોજના અમલમાં મૂકી છે. ડ્રેગન ફ્રુટની ખેતી પ્રારંભિક તબક્કામાં ખર્ચાળ હોવાથી સામાન્ય ખેડૂતોને નિયત હેકટર વિસ્તારમાં કરાયેલી ડ્રેગન ફ્રુટના વાવેતર માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. વરસાદની અનિયમિતતા તેમજ સિંચાઈના સ્રોતના અભાવે કચ્છના ૧પપ ખેડૂતો સરકારી સહાયથી ડ્રેગન ફ્રુટની ખેતી કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રેગન ફ્રુટ અનેક ઔષધીય ગુણ ધરાવતી હોવાથી માંગમાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. ડ્રેગન ફ્રુટની ખેતીને પાણી ખાસ જરૂરીયાત રહેતી નથી, માત્ર લાંબા આયુષ્ય માટે સમયાંતરે પીયતનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્યત ફુલ આવવાના સમય પહેલાં જમીન કોરી રાખવામાં આવે છે. પરિણામે ડ્રેગન ફ્રુટના છોડ ઉપર વધુ ફુલો ઉગી નીકળે છે. આ બાગાયત ખેતીમાં ટપક પદ્ધતિ વધુ સફળ સાબિત થવા પામી છે. ખૂબ જ ઓછા પીયત, સુકી અને સામાન્ય જમીન, ઓછી દેખરેખ, ઓછો સમય ઉત્પાદન તેમજ ઉંચા ભાવ અને રોકડિયા પાકના કારણે ખેડૂતો ડ્રેગન ફ્રુટની ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે.

READ ALSO

Related posts

રશ્મિ દેસાઈ પર લાગ્યો Big Boss કન્ટેસ્ટન્ટને ‘ખોટી રીતે ટચ’ કરવાનો આરોપ, જાણો શું છે સત્ય

Pritesh Mehta

BIG BREAKING: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય

pratik shah

ટવીટરના નવા સીઈઓએ આવતાની સાથે જ પોલિસીમાં કર્યા બદલાવ, ઉલ્લંઘન કરનાર વ્યક્તિ પર થશે કાયદાકીય કાર્યવાહી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!