ગુજરાતમાં મોટા શહેરોમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. જેથી ગુજરાતમાં પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1540 કેસ નોંધાયા છે. જ્યારે 13 લોકોના મોત થઇ ગયા છે. જેથી આજદિન સુધીમાં કોરોનાના કારણે 4031 મોત થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કુલ 9 લોકોના મોત થયા છે. જેમા સુરતમાં 2, બરોડા અને રાજકોટમાં એક- એક દર્દીના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1427 દર્દીઓ રિક્વર થયા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 2 લાખ 14 હજાર 309 કેસ નોંધાઇ ચૂક્યા છે. હાલમાં રાજ્યમાં કુલ 14 હજાર 913 એક્ટિવ કેસ છે. જ્યારે 96 લોકોને ગંભીર સ્થિતી હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.


અમદાવાદ કોર્પોરેશનનું વધુ એક વખત અણઘડ આયોજન સામે આવ્યું છે. એલ.જી. હોસ્પિટલમાં ત્રણ વર્ષ પહેલા ત્રણ કરોડના ખર્ચે પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર કરાયો હતો પણ હાલ તે શોભાના ગાઠીયા સમાન બન્યો છે..સરકાર દ્વારા હજી મંજુરી નહી મળતા તેમજ સ્ટાફ અને મેડિકલ સાધનોના અભાવે આજદિન સુધી આ પોસ્ટમોર્ટમ રૂમ કાર્યરત થયો નથી. કોર્પોરેશન દ્વારા ત્રણ કરોડનો ખર્ચ કર્યા બાદ પણ પોસ્ટમોર્ટમ રૂમ ઉપયોગી થવાને બદલે ધૂળ ખાઈ રહ્યો છે જેના કારણે પૂર્વના વટવા, મણિનગર, નારોલ, લાંભા અને શાહવાડી જેવા વિસ્તારોમાં ત્યારે કોઈપણ દુર્ઘટના ઘટે ત્યારે મૃતદેહોને વીએસ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડે છે. જો કે આ માટે એવુ કારણ દર્શાવામા આવ્યુ છે કે રાજ્ય સરકારની સેલ્ફફાઇનાન્સ કોલેજોની હોસ્પિટલને પોસ્ટ મોર્ટમ કરવાની મંજુરી આપવામા આવે છે પરંતુ એલજીની કોલેજ કોર્પોરેશન સંટાલિત સેલ્ફ ફાયનાન્સ હોવાથી હજુ મંજુરી મળી નથી..જો સરકાર નિયમમા થોડો ફેરફાર કરી કોર્પોરેશન સંચાલિત સેલ્ફફાયનાન્સ કોલેજોને પોસ્ટ મોર્ટમની મંજુરી આપે તો અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોને પણ આ નિયમનો લાભ મળે.


અમદાવાદમાં કોરોનાની મહામારી વચ્ચે પણ ખાનગી હોસ્પિટલો ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. શહેરની તપન હોસ્પિટલે કોરોનાના દર્દીનું બિલ વધુ બનાવ્યું હોવાનો આક્ષેપ થયો છે. તપન હોસ્પિટલમાં ગોતાના પ્રહલાદભાઇ પટેલને 14 નવેમ્બરે દાખલ કરવામાં આવ્યા હતા. 25 નવેમ્બરના રોજ તેમનું મૃત્યુ થયું. હોસ્પિટલે પ્રહલાદભાઇના પરિવરાજનોને 11 દિવસનું 4.10 લાખનું તોતિંગ બિલ ફટકાર્યું. દર્દી 14 તારીખે દાખલ થયા હોવા છતાં હોસ્પિટલે 4 થી 9 નવેમ્બરનું 44 હજાર રૂપિયાનું ખોટું બિલ બનાવ્યું. મહત્વનું છે કે દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવા મુદ્દે અગાઉ પણ તપન હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી છે.

દિલ્હીમાં કોરોનાના વધી રહેલા કેસ બાદ દિલ્હી હાઇકોર્ટે ગુરૂવારે કેજરીવાલ સરકારને નિર્દેશ આપ્યો કે કે સરકાર કોરોનાના મુકાબલા માટે તપાસ અને સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરે. સાથે હાઇકોર્ટે કહ્યું કે સરકાર કોરોના ટેસ્ટનો રિપોર્ટ મોબાઇલ પર પહોંચાડવાની વ્યવસ્થા કરે. ઉપરાંત કોરોના ટેસ્ટના પરિણામ 24 કલાકની અંદર મળી રહ્યા નથી. તેની ઉપર પણ ધ્યાન આપવાની જરૂરિયાત છે. તો બીજી તરફ કેજરીવાલ સરકારે હાઇકોર્ટમાં માહિતી આપી કે હાલમાં દિલ્હી અથવા તેના કોઇ પણ વિસ્તારમાં સરકાર નાઇટ કર્ફ્યૂ લગાવ્યો નથી. હાઇકોર્ટની પૂછપરછ બાદ સરકારે પોતાનો જવાબ કોર્ટમાં દાખલ કર્યો હતો.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત