GSTV
Gujarat Government Advertisement

દિવા તળે અંધારું : સુરત મ્યુનિ.ની જ 154 મિલકતો બિસ્માર હાલતમાં, ઉતારી પાડવી પડે તેટલી જર્જરિત

સુરત

Last Updated on September 24, 2020 by Bansari

સુરતની પ્રજાની જર્જરિત મિલ્કત માટે નોટીસ આપીને કાર્યવાહી કરતી સુરત મહાનગરપાલિકાની જ 154મિલ્કત એવી છે જેને રિપેરીંગ કે ઉતારી પાડવાની જરૃર છે. સુરત મ્યુનિ.ની આ મિલ્કતોને મ્યુનિ.ના અન્ય વિભાગ દ્વારા નોટીસ આપીને મિલ્કત ઉતારી પાડવા કે રીપેર કરવા માટેની તાકીદ કરવામાં આવી છે. સુરત મ્યુનિ.ના ઉધના ઝોનમાં મ્યુનિ.ની જ સૌથી વધુ ૭૧ મિલ્કત એવી છે જેને તાત્કાલિક રીપેરીંગની જરૃર છે જ્યારે કતારગામ ઝોનમાં 34 મિલ્કત એવી છે જેને ઉતારી પાડવાની જરૃર છે.

817 મિલ્કતોને તાત્કાલિક રિપેરિંગની જરૂર

સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં સાત માળની એક બિલ્ડીંગનો કેટલોક ભાગ તુટી પડતાં ત્રણ લોકોના મોત થતાં સુરતમાં બિસ્માર મિલ્કત માટેનો પ્રશ્ન ફરી ઉભો થયો છે. સુરત મ્યુનિ. વિસ્તારમાં 307 મિલ્કત એવી છે જેને તાકીદે ઉતારી પાડવાની અને 817 મિલ્કત એવી છે જેને તાત્કાલિક રીપેરીંગની જરૃર છે. સુરત મ્યુનિ.ના આ આંકડામાં સુરત મહાનગરપાલિકાની પોતાની જ ૧૫૪ મિલ્કત એવી છે જેને તાત્કાલિક રીપેરીંગની કે ઉતારી પાડવાની જરૃર છે.

મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં મહાનગરપાલિકાની જ 71 મિલ્કત એવી છે જેને રીપેરીંગ ન કરે તો બિલ્ડીંગ વધુ જર્જરિત બની શકે તેમ છે. આ ઉપરાંત વરાછા ઝોનમાં ૧૮ અને લિંબાયત ઝોનમાં 12 મિલ્કતો મળી કુલ 107મિલ્કત મ્યુનિ.ની એવી છે જેને રિપેરીંગની જરૃરિયાત છે. આ બિલ્ડીંગ રીપેર કરવા માટે મ્યુનિ.ના વિવિધ વિભાગ અને ઝોનને નોટીસ પણ આપવામાં આવી છે.

આવી જ રીતે સુરત મ્યુનિ.ના કતારગામ ઝોનમાં મહાનગરપાલિકાની પોતાની જ 34 મિલ્કત જર્જરિત થઈ હોય તેને ઉતારી પાડવાની જરૃર છે તેવી નોટીસ આપવામા ંઆવી છે. આવી જ રીતે લિંબાયત અને રાંદેર ઝોનમાં પાંચ મિલ્કતો ઉતારી પાડવાની જરૃર છે. સુરત મહાનગરપાલિકા અન્ય જર્જરિત બિલ્ડીંગને નોટીસ આપ્યા બાદ રિપેર ન કરે અને અકસ્માત થાય તો પોલીસ કેસ નોંધે છે. જ્યારે મ્યુનિ.ની ૧૫૪ બિલ્ડીંગને રીપેરીંગ અને ઉતારી પાડવાની જરૃર છે આવી બિલ્ડીંગમાં કોઈ અકસ્માત થાય તો પોલીસ કેસ કોની સામે કરવો તે પ્રશ્ન ઉભો થયો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

VIDEO: માસ્ક નહીં પહેરવા બદલ મળી આવી સજા, લોકો કહી રહ્યા છે આ મશીન ભારતમાં ખૂબ ચાલશે

Pravin Makwana

બદલાવ/ 1 જુલાઇથી બદલાઇ જશે તમારા રોજિંદા જીવનને લગતા આ 5 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

Bansari

બેટી પઢાઓ / પ્રગતિશિલ ગુજરાતના આ ગામમાં ત્રણ દાયકા પછી બે દીકરીઓએ માધ્યમિક શાળામાં એડમિશન લીધું, 1992 પછીની પ્રથમ ઘટના

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!