GSTV

જમ્મૂ-કશ્મીરમાં ખૂલશે માત્ર 153 વેબસાઇટ્સ, હજુ પણ આટલી સાઇટ્સ માટે લોકોને જોવી પડશે રાહ

જમ્મૂ-કશ્મીર વહિવટીતંત્રરે 15 જાન્યુઆરીથી ઘાટીમાં બ્રોડબેન્ડ સેવાઓ ચાલું કરવાની જાહેરાત કરી હતી. સરકારે કુલ 153 વેબસાઇટ્સ એક્સેસ કરવાની મંજૂરી આપી દીધી છે. જેમાં સોશિયલ મીડિયા અને ન્યૂઝ વેબસાઇટ્સનો સમાવેશ નથી થતો. સરકારી ‘વ્હાઇટલિસ્ટ’ માં જરૂરી સેવાઓ સાથે સંકળાયેલ વેબસાઇટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઘાટીમાં શું એક્સેસ કરી સકશો?


ચાર ઈમેલ સર્વિસિસ- Gmail, Outlook વગેરે..
15 બેકિંગ વેબસાઇટ્સ – J&K Bank, RBI, Paypal, Western Union વગેરે.
રોજગાર સાથે સંકળાયેલ ત્રણ વેબસાઇટ્સ
38 એજ્યુકેશાનલ વેબસાઇટ્સમાં 5 કશ્મીરી યૂનિવર્સિટી અને વિકિપીડિયા પણ.
20 ટ્રાવેલ વેબસાઇટ્સમાં ઈનક્રેડિબલ ઈન્ડિયા અને અમરનાથ શ્રીન બોર્ડની સાઇટ પણ.
ઈનકમ ટેક્સ ફાઇલિંગ, પાસપોર્ટ અને ઉડાઇ જેવી સરકારી સેવાઓ
11 મનોરંજનની વેબસાઇટ્સમાં નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ અને હોટસ્ટાર પણા.

ઘાટીમાં 5 ઑગષ્ટે જમ્મૂ-કશ્મીરનું ખાસ સ્ટેટસ રદ કર્યા બાદથી જ ત્યાં ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવાઓ બંધ હતી. 70 દિવસો બાદ પોસ્ટાપેડ મોબાઇલ શરૂ કરવામાં આવ્યા. 1 જાન્યુઆરીએ એસએમએસ સેવાઓ શારૂ કરવામાં આવી. 10 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ઘાટીમાં ઈન્ટરનેટ શટડાઉનનું રિવ્યૂ કરવા કહ્યું.

રાજ્યના ગૃહ મંત્રાલયે 14 જાન્યુઆરીએ બહાર પાડેલ આદેશમાં કહ્યું કે, ‘ઈન્ટરનેટ સેવા શરૂ કરતાં પહેલાં બધા જ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સે જરૂરી ફાયરવાલ્સ ઈંસ્ટોલ કરવાની રહેશે અને સાઇટ્સનું વ્હાઇટલિસ્ટિંગ કરવાનું રહેશે, જેથી સરકારી વેબસાઇટ્સ અને જરૂરી વેબસાઇટ્સ જ ખૂલી શકે. સોશિયલ મીડિયા ન ખૂલે.’

Read also:

Related posts

મોદી સરકારની વધશે મુશ્કેલી/ રાજીનામુ આપ્યા બાદ હરસિમરત કૌરની ખુલ્લી ચેતવણી, અત્યાર સુધી હાથ જોડ્યા, હવે દિલ્હીની દિવાલો હચમચાવીશું

Pravin Makwana

પેટીએમ કેવાયસીના નામે છેતરપિંડી આચરતી જામતારાની ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમે કર્યો પર્દાફાશ

Nilesh Jethva

લોકડાઉનમાં સિનેમા સંચાલકોની હાલત કફોડી, સિનેમા ક્યારે શરૂ થશે તે પણ હજુ નક્કી નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!