ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે જેમાં રાજ્યમાં આજે પણ કોરોનાના કેસ 1500ની ઉપર નોંધાયા છે. જેમાં આજે કુલ 1510 કેસ નોંધાયા છે. તો 1286 દર્દીઓ રિકવર થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 16 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 12, સુરતમાં 3 જ્યારે બોટાદમાં 1 દર્દીનું મોત થયા છે. તો અત્યાર સુધીમાં કુલ 3892 દર્દીઓના મોત થયા છે. તો હાલમાં 94 લોકોની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખીને સારવાર આપવામા આવી રહી છે. હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો 14044 દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે.


ડીસા-પાલનપુર અને કાંકરેજ વિસ્તારમાં રોજ ૬૦ થી ૭૦ જેટલા નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવતા તંત્ર સાબદું બન્યું છે. ખાસ કરીને વારંવાર સૂચના આપવા છતાં પણ લોકો માસ્ક વગર ફરે છે. સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવતા નથી. જેના કારણે આજે ડીસા ખાતે આરોગ્ય વિભાગ, મામલતદાર, નગરપાલિકા અને પોલીસની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી હતી. ડીસામાં આજે માસ્ક વગર ફરતા લોકોની અટકાયત કરી સ્થળ પર જ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરતાં કોરોના મામલે બેદરકાર લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો.


અમદાવાદ શહેરની સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોના સંક્રમણ વધ્યુ છે. દિવાળી બાદ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસમાં 12 ટકાનો ઉછાળો આવ્યો છે..ગ્રામીણ વિસ્તારમાં સર્વેલન્સ માટે 126 ટીમ વધારી દેવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારમાં સરકારી સાથે 2 ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીને સારવાર આપવામાં આવી રહી છે. ગ્રામીણથી શહેર તરફ આવતા લોકોના ટેસ્ટ કરવા માટે તંત્રએ 4 ટેસ્ટિંગ ડોમ ઉભા કર્યા છે. તો સાથે જશહેરથી ગ્રામીણ માં ઇન્ડસ્ટ્રીઝ માં નોકરીથી આવતા જતા લોકોના વાહનો રોકીને પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દરરોજ એક હજારથી વધુ આરટી પીસાર અને બે હજારથી વધુ એન્ટીઝન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

સુરતમાં કોરોના નાબુદીને લઈ મનપા કમિશનરે મહાઅભિયાન શરૂ કર્યું. મનપા કમિશનરે રાંદેર ઝોનની મુલાકાત લીધી હતી. ઋગ્વેદ બંગલો, મહેર પાર્ક, આલીશાન બંગલો, ગેલેક્સિ એન્કલેવની મુલાકાત કરીને રિપોર્ટ મેળવ્યો હતો. જેમાં કોરોના કેસમાં 2 થી 3% નો ઉછાળો જોવા મળ્યો હતો. જે લોકો પોઝિટિવ આવે છે તેમની આસપાસના લોકોના ટેસ્ટિંગ શરૂ કરાયું હતુ. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સેવા પૂર્વવત કરાઈ, તો લોકોને માસ્ક ફરજીયાત પહેરવા પણ અપીલ કરવામાં આવી હતી. કોરોના પોઝિટિવ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા.
READ ALSO
- ડોક્ટર્સ V/S આયુર્વેદ ડોક્ટર્સ: ગુજરાતભરના 29 હજાર તબીબો ઉતરશે ભૂખ હડતાળ પર, આ રહ્યો તેમનો પ્લાન
- ગૌરવ/ ફિલ્મ નાયકની જેમ સૃષ્ટિ ગોસ્વામી રાષ્ટ્રીય બાલિકા દિવસે એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બનશે
- વેજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારી પર હુમલો કરનાર કુખ્યાત આરોપી અમીન મારવાડી ઝડપાયો, અનેક ગુનામાં છે સંડોવાયેલો
- દેશની આ 3 બેંકોના એકાઉન્ટમાં આપના રૂપિયા છે તો છે સૌથી સેફ, RBIએ આપી ગેરંટી કે કયારેય નહીં ડૂબે
- ડુંગળીની છાલને કચરો સમજીને ફેંકી દેતા હોય તો હવે ન કરશો આ ભૂલ, તેનાં ફાયદા જાણીને ચોંકી જશો