GSTV
India News ગુજરાત ટોપ સ્ટોરી

BIG NEWS : ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે મળશે સન્માન, કેન્દ્ર સરકારે નામની કરી જાહેરાત

વર્ષ 2022 માં તપાસમાં શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન મેડલ આજે એનાયત કરવામાં આવ્યો હતો. આ વર્ષે પોલીસ અને તપાસ એજન્સીઓ સાથે જોડાયેલા 151 અધિકારીઓને આ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે તેમના નામની જાહેરાત કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ 2022ની તપાસમાં શ્રેષ્ઠતા દાખવનાર પોલીસકર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રી મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

પોલીસ અને તપાસ એજન્સીઓ સાથે સંકળાયેલા કુલ 151 અધિકારીઓ અને કર્મચારીઓને આ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં સીબીઆઈ, દિલ્હી પોલીસ, એનઆઈએ અને વિવિધ રાજ્યોના પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ પુરસ્કારો મેળવનાર પોલીસકર્મીઓમાં તપાસ એજન્સી સીબીઆઈના 15, મહારાષ્ટ્ર પોલીસના 11, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ પોલીસના 10, કેરળ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ પોલીસના 8-8નો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસના 6 પોલીસકર્મીઓને પણ આ મેડલ આપવામાં આવ્યો હતો. કુલ 151 અધિકારીઓ અને કર્મચારીઓમાં ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સામેલ છે. જે નીચે મુજન છે.

  1. અભય ચુડાસમા, IGP ગુજરાત
  2. ગીરીશકુમાર લક્ષ્મણભાઈ સિંઘલ, આઈજીપી ગુજરાત
  3. ઉષા બચુભાઈ રાડા, Dy CP ગુજરાત
  4. સાગર બાગમાર, Dy CP ગુજરાત
  5. રાજેન્દ્રસિંહ રણજીતસિંહ સરવૈયા, ACP ગુજરાત
  6. ભૂપેન્દ્ર નટવરલાલ દવે, ACP ગુજરાત

આ સિવાય તપાસ એજન્સી NIA અને NCBના 5-5 અધિકારીઓ સામેલ છે. બાકીના પોલીસકર્મીઓ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. ખાસ વાત એ છે કે આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી મેડલથી સન્માનિત કરાયેલા પોલીસકર્મીઓમાં 28 મહિલા પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. દર વર્ષે તપાસમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસકર્મીઓને આ એવોર્ડ આપવામાં આવે છે.

Related posts

યુ.પી: સંભલમાં રામલીલાના મંચ પર અશ્લીલતા, બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતી જોવા મળી બાર ડાન્સર, વીડિયો વાયરલ થતા કેસ દાખલ

HARSHAD PATEL

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah

શું એલન Alon Musk-Twitterની ડીલ થઈ શકે છે પાક્કી? મસ્કના લેટર અંગે ટ્વિટરે આપ્યું આ રિએક્શન

Hemal Vegda
GSTV