GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

અમદાવાદમાં વધુ 151 કેસ, રાજ્યના 13 જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત ચાલુ જ છે. ગુજરાતમાં ગઈ કાલે અપાયેલી સુચના મુજબ આરોગ્ય વિભાગ હવે દર 24 કલાકે રાજ્યનું કોરોના પોઝીટીવ ચિત્ર સ્પષ્ટ કરશે. આજે સાંજે આરોગ્ય વિભાગના આંક મુજબ રાજ્યમાં વધુ 217 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંક વધીને 2647 પર પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુ આંક પણ વધીને 112 થયો છે.

13 જિલ્લામાં કોરોના પોઝિટીવ

રાજ્યમાં આજે વધુ 13 જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાત આંકડાની દૃષ્ટીએ ક્યાં નંબર પર છે તે મહત્વપૂર્ણ નથી. રાજ્યમાં આજે 150 વેન્ટીલેટર ઉપલબ્ધ થયા. જ્યારે 80 ટકા કેસો હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં આજથી 24 કલાકે એક વખત કોરોનાના પોઝીટીવ આંકડાઓ બહાર પાડવાની શરૂઆત કરાઇ છે. જેમાં ગઇકાલ સાંજના પાંચ વાગ્યાથી આજે સાંજના પાંચ વાગ્યા સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 217 નવા કેસો નોંધાયા છે.

અમદાવાદમાં 151

જેમાંથી 24 કલાકમાં અમદાવાદમાં 151 નવા કેસ નોંધાયા છે..જ્યારે સુરતમાં 41 જ્યારે વડોદરામાં 7 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 11 લોકોના મોત થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3 હજાર ટેસ્ટ કરાયા છે. તો હાલમાં 28 લોકોને વેન્ટીલેટર પર રાખીને સારવાર આપવામાં આવી રહી છે. તો અત્યારસુધીમાં કુલ 258 જેટલા દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 2647 થઈ ગઈ છે.

28 વેન્ટીલટર પર

અત્યાર સુધી રાજ્યમાં કુલ 2624 કેસ નોંધાયા છે. જેમાં 28 વેન્ટિલેટર ઉપર છે અને 2224 લોકો સારવાર હેઠળ છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 1652 કેસ નોંધાયા છે.

READ ALSO

Related posts

વઢવાણ : શાકભાજીના વેપારીઓએ કલેકટર કચેરી ખાતે મચાવ્યો હંગામો

Nilesh Jethva

મોદી સરકારે સત્ય સ્વિકાર્યું : હોસ્પિટલોમાં નહીં મળે જગ્યા, કોરોનાના એટલા વધી રહ્યા છે કેસ

Harshad Patel

Corona મુક્તની ઉતાવળ ભારે પડી, એક જ દિવસમાં 40 કેસથી ફફડી ગયું ગાંધીનગર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!