ગુજરાતમાં મોટા શહેરોમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. જેથી ગુજરાતમાં પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1502 કેસ નોંધાયા છે. જ્યારે 20 લોકોના મોત થઇ ગયા છે. જેથી આજદિન સુધીમાં કોરોનાના કારણે 3989 મોત થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કુલ 13 લોકોના મોત થયા છે.


જેમા સુરતમાં 2, ગાંધીનગર, મહેસાણા,મોરબી રાજકોટ અને બરોડામાં એક એક દર્દીના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1401 દર્દીઓ રિક્વર થયા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 2 લાખ 9 હજાર 780 કેસ નોંધાઇ ચૂક્યા છે. હાલમાં રાજ્યમાં કુલ 14 હજાર 970 એક્ટિવ કેસ છે. જ્યારે 83 લોકોને ગંભીર સ્થિતી હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.


અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેન જશુ પટેલ પણ કોરોના સંક્રમિત બન્યા છે. તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. કોરોના મહામારીમાં લોકોને ઝડપથી દવા મળી રહે તેને લઈ જસુભાઈ પટેલે જહેમત કરી હતી. તેઓ મેડિકલ સ્ટોર સંચાલકો માટે હંમેશાથી લડત લડતા આવ્યા છે. જોકે તેઓ હવે કોરોના સંક્રમિત બન્યા છે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ સિવિલમાં પણ જાણે કોરોના વિસ્ફોટ થયો છે. સિવિલના વધુ પાંચ સિનિયર તબીબ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબો કોરોનાનો ભોગ બની રહ્યા છે. અત્યાર સુધી કુલ 462 કોરોના વોરિયર્સ જ કોરોના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત