GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ભારતને જૂન મહિનો પડશે ભારે: 15મી પછી ફાટશે કોરોના બોમ્બ, રોજ 15,000 કેસ આવશે

કોરોના

ચીનની લાન્ઝોઉ યુનિવર્સિટીમાં વિશ્વના 180 દેશોમાં કોરોનાના કેસો કેટલા હશે તેનો રિસર્ચ આધારિત અભ્યાસ થાય છે અને તેઓ સમયાંતરે ટ્રેન્ડ અને આગાહી બહાર પાડે છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ ભાવિ અઠવાડિયા અને પખવાડિયાનો વર્તારો જાહેર કરતાં રહ્યાં છે, જેમાંથી લગભગ સાચા પડ્યાં છે.

ટેસ્ટિંગ થતું નથી અને સોશિયલ ડિસ્ટન્સની બેદરકારી ભારે પડી શકે છે

ગત બે જૂનના રોજ ભારતમાં 9291 નવા કેસ આવશે તેવી આગાહી તેમણે 25મેના રોજ કરી હતી. તેઓ તેમના અનુમાનની એકદમ નજીક ખરા ઠર્યા હતાં કારણ કે ભારતમાં 2 જૂને 8909 કેસ એક જ દિવસે નોંધાયા હતાં. 3 જૂન માટે તેઓએ 9676, 4 જૂન માટે 10,078, પાંચ જૂન માટે 10,498 અને 6 જૂન માટે 10,936 કેસની આગાહી કરી રહી છે. લાન્ઝોઉ યુનિવર્સિટીના આ પ્રોજેક્ટના ડાયરેક્ટર હુઆંગ જીઆનપિંગે ભારતને આગામી 15 જૂનના 15 હજાર એક જ દિવસના માટે તૈયાર રહેવુ પડશે અને તે પછી રોજ આ આંક વધતો જશે જે અમે જાહેર કરતાં રહીશું તેમ જણાવ્યું હતું.

Corona

આ પ્રોજેક્ટ પ્રત્યે દેશના હવામાન, પર્યાવરણ, વસ્તીની ગીચતા, સ્વચ્છતાનું બેકગ્રાઉન્ડ તેમજ જનસમૂહની પ્રતિકારક શક્તિના વિસ્તૃત ડેટા ધરાવે છે અને તેના આધારે આગાહી કરવામાં આવે છે. તેઓએ અમેરિકામાં રોજના 30 હજાર પોઝિટિવ કેસ આવતા રહેશે અને યુરોપિયન દેશોમાં કેસો ઘટતા રહેશે તેમ અંદાજ માંડ્યો છે. ડાયરેક્ટર જીઆનપિંગે તેમ પણ જણાવ્યું કે, ભારતમાં લોકડાઉન ખૂલ્યુ છે અને સોશિયલ ડિસ્ટન્સનો ધાર્યો અમલ જોવા નથી મળતો. વસ્તી અને ગીચતા જોતા તે અઘરૂ પણ છે આવા સંજોગોમાં હજુ કેસો વધતાં રહેશે.

ઇટલી, ફ્રાન્સ અને સ્પેનને પાછળ છોડી દેશે ભારત

વુહાન શહેરમાં 15 દિવસમા એક કરોડ નાગરિકોના ટેસ્ટ કરવામાં આવ્યા જે રાઉન્ડ 4 જૂને પૂરો થાય છે. 300 જેટલાં જ તેમા પોઝિટિવ છે. ભારતમાં ટેસ્ટ ખૂબ જ ઓછા થાય છે તે જોતાં બીમારી ભયજનક રીતે ફેલાશે પણ ઓછા કેસ છે તેવા ભ્રમમાં આંકડા પણ આગળ જતાં વિસ્ફોટની જેમ બહાર આવી શકે છે. ભારતમાં આગામી મહિનાઓમાં કેસની સંખ્યાની રીતે વર્તમાન ટ્રેન્ડ પ્રમાણે ઇટાલી, ફ્રાન્સ કે સ્પેનના કુલ કેસોના આંકને વટાવી શકે છે કેમ કે ગ્રાફ નીચે ઉતરવાનો અણસાર જ નથી આવતો.

કોરોના

ભારતમાં બે માર્ચે પાંચ જ કેસ હતાં. 50 હજાર કેસ થતા 66 દિવસ (બે માર્ચથી 6 મે) લાગ્યા હતાં પણ તે પછી 12 જ દિવસમાં બીજા 50 હજાર (6 મેથી 18 મે), વધુ 8 દિવસમાં (18 મેથી 26મે) ત્રીજા 50 હજાર અને એ પછીના 7 દિવસમાં વધુ 50 હજાર (26મેથી 2 જૂન) કેસ ઉમેરાયા હતા. એટલે કે પહેલા 50 હજાર કેસ થતા 66 દિવસ લાગ્યા હતાં તે 50 હજાર કે હવે પ્રતિ અઠવાડિયે ઉમેરાય છે અને ચીનની યુનિવર્સિટીની આગાહી પ્રમાણે 15 જૂન પછી પ્રત્યેક પાંચથી 6 દિવસમાં 50 હજાર કેસ ઉમેરાશે. ઇટલીમાં 2,33,515 કેસ 98 દિવસમાં પહોંચ્યા હતાં, ભારતમાં 72 દિવસમાં જ બે લાખનો આંક વટાવી દ્વાયો છે. ભારતમાં એક જ આશ્વાસન છે કે મૃત્યુઆંક તુલનાત્મક રીતે ઓછો છે. 60 દિવસમાં ભારતમાં 5753, ઇટલીમાં 33,530 અને અમેરિકામાં 1,07,357ના મૃત્યુ થયા હતાં.

દેશમાં સતત ચોથા દિવસે 8,000થી વધુ કેસ

દેશના મોટા શહેરો અને ઔદ્યોગિક ક્ષેત્રોમાંથી લાખોની સંખ્યામાં પરપ્રાંતીય મજૂરોએ રોજગારી અને ભોજનના અભાવે ઘર તરફ પુનરાગમન કરતાં અત્યાર સુધી શહેરો સુધી મર્યાદિત રહેલો કોરોના વાઈરસ હવે ગામડાઓ સુધી પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ગામડાઓમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

Corona

કોરોના : ભારતમાં સ્થિતિ

રાજ્યકેસમોતસાજા થયા
મહારાષ્ટ્ર77793271033681
તામિલનાડુ2725622014901
દિલ્હી236456068542
ગુજરાત18601115512667
રાજસ્થાન98622136490
ઉત્તર પ્રદેશ92372455439
મધ્ય પ્રદેશ87623775637
પ. બંગાળ68762832768
બિહાર4417252121
કર્ણાટક4320571610
આંધ્ર પ્રદેશ4112712649
હરિયાણા3281241123
જમ્મુ કાશ્મીર3142351048
તેલંગણા3020991556
ઓડિશા247871481
પંજાબ2415462943
આસામ19884442
કેરળ158814690
ઉત્તરાખંડ115310286
ઝારખંડ7645321
છત્તીસગઢ6802189
ત્રિપુરા6220173
હિમાચલ3846179
ચંદીગઢ3025222
ગોવા166057
મણિપુર124038
પુડુચેરી99136
લદ્દાખ94148
મેઘાલય33113
અંદ. નિકોબાર33033
અરૃણાચલ4201
મિઝોરમ1701
સિક્કિમ300

દેશના સાત રાજ્યોમાંથી એકત્ર કરાયેલા આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે પરપ્રાંતીય મજૂરો તેમની સાથે કોરોના વાઈરસ પણ ગામડાઓમાં લઈ ગયા છે. દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી વર્તમાન હોસ્પિટલો ઓછી પડશે અને હંગામી હોસ્પિટલો ઊભી કરવી પડશે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ વધુ 227 લોકોનો ભોગ લીધો હતો. આ સાથે કુલ મૃત્યુઆંક 6,223 થયો છે. દેશમાં સતત ચોથા દિવસે 8,000થી વધુ કેસ નોંધાવાની સાથે કુલ કેસની સંખ્યા 2,17,389 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 1,07,485 લોકો સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. કોરોનાના કેસના સંદર્ભમાં ભારત વિશ્વમાં સાતમા ક્રમે છે ત્યારે દેશમાં સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ ચાર રાજ્યોમાં છે.

કોરોના

દેશમાં કોરોનાના 2.17 લાખથી વધુ કેસોમાંથી 1.47 લાખ કેસ મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી અને ગુજરાતમાં નોંધાયા છે. સૌથી વધુ કેસ અને મોતની બાબતમાં મહારાષ્ટ્ર ટોચ પર છે, જ્યાં 77,793 કેસ નોંધાયા છે અને 2710 લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે, મૃત્યુદરની ટકાવારીની દૃષ્ટિએ ગુજરાતમાં સૌથી વધુ 6.20 ટકા દર્દીઓનાં મોત થયા છે. ગુજરાતમાં કોરોનાના કુલ 18601 કેસ નોંધાયા છે જ્યારે 1155 લોકોનાં મોત નીપજ્યાં છે.

દરમિયાન કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકાર કોરોના સંક્રમણને શહેરો સુધી મર્યાદિત રાખવાની રણનીતિ પર કામ કરી રહી હતી, પરંતુ હવે ગામોમાં તેના પ્રસારથી સ્વાસ્થ્ય સુવિધાઓ સામે ગંભીર પડકારો ઊભા થયા છે. કેન્દ્ર સરકારની કોરોના વાઈરસ ટાસ્ક ફોર્સની મદદ કરી રહેલા મહામારી નિષ્ણાત અને ફિઝિશિયન ડૉ. નમન શાહનું કહેવું છે કે ગામોમાં ડૉક્ટરો અને સ્વાસ્થ્ય સેવાઓની અછતના પગલે કોરોના પોઝિટિવ કેસમાં વધારાથી ત્યાં મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. બિહારમાં 3 મે પછી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

કોરોના

સત્તાવાર આંકડા મુજબ 1લી જૂન સુધી કુલ 3,872 કેસ સામે આવ્યા હતા, જેમાંથી 2,743 કેસ પરપ્રાંતીય મજૂરો સંબંધિત હતા. ઝારખંડમાં પણ કોરોનાના મોટાભાગના પોઝિટિવ કેસ દેશના પશ્ચિમી ભાગમાંથી વતન પરત ફરેલા મજૂરોના છે. બીજી મે પછી 90 ટકા કોરોના પોઝિટિવ કેસ પ્રવાસી મજૂરોના છે. જે રાજ્યોમાં કોવિડ-19ના કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઊછાળો આવ્યો છે ત્યાં પરપ્રાંતીય મજૂરોના પુનરાગમનથી સ્થિતિ વધુ ભયાનક બની રહી છે.

દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને ટૂંક સમયમાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે હંગામી હોસ્પિટલો બનાવવાની જરૂર પડશે. કોરોના મહામારી સામે લડી રહેલા ડોક્ટરો માટે 14 દિવસના ક્વોરન્ટાઈનની અનિવાર્યતા ખતમ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ સુનાવણીમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે દેશમાં વર્તમાન હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું છે. તેને વધારવાની જરૂર છે.

Read Also

Related posts

ટ્રેનની ટિકિટ બુક કરાવતી વખતે વિદ્યાર્થીઓને મળે છે ખાસ ડિસ્કાઉન્ટ! આ રીતે ઉઠાવો લાભ

Mansi Patel

વસ્ત્રાલ આરટીઓનાં ત્રણ RTO ઈન્સપેક્ટરોનો રિપોર્ટ પોઝિટીવ, તંત્રમાં મચ્યો ખળભળાટ

pratik shah

સૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!