કોરોનાની ત્રીજી લહેરમાં રાજ્યમાં પ્રતિદિન નોંધાતા કેસની સંખ્યા હવે 23 હજારને પાર પહોંચી છે. જેમાં 1500થી વધુ પોલીસ કર્મચારીઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બની ચૂક્યાં છે. જેથી પોલીસ વિભાગમાં કોરોના સંક્રમણનો દર ઓછો થાય તે માટે બુસ્ટર ડોઝ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઉકાળા, દવાઓ પર ભાર મુકવામાં આવી રહ્યો છે.

કોરોનાની ત્રીજી લહેરમાં કેસ ખુબ ઝડપી વધતા કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે પોલીસ વિભાગ પર મહત્વની જવાબદારી છે. જેમાં લોકોના સીધા સંપર્કમા ંસતત આવવાનું હોવાથી પોલીસ કર્મચારીઓને કોરાના સંક્રમણ થવાની શક્યતા પણ વધી જાય છે.
ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં 1500 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. જેમા મોટાભાગના હોમ આઇસોલેશનમાં હતા. પરંતુ, જે રીતે હજુ પણ કેસ વધી રહ્યા છે. તે જોતા પોલીસ વિભાગના કર્મચારીઓને બૂસ્ટર ડોઝ આપવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઉકાળા, દવા ઓ પણ આપવામાં આવી રહી છે.

સાથે-સાથે માસ્ક અને સેનીટાઇઝરનો ઉપયોગ સતત થાય તે માટે સુચના આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 36 હજાર પોલીસ કર્મચારીઓને બૂસ્ટર ડોઝ અપાયા છે. જ્યારે પોલીસ, હોમગાર્ડ, ટીઆરબી અને જેલ સ્ટાફ મળીને કુલ 1.57 લાખ લોકોને કોરોના વેક્સીનના બંને ડોઝ અપાઇ ચુક્યાં છે.
READ ALSO :
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી