GSTV
Home » News » કમાણી કરાવતા 150 રૂટ ખાનગી કંપનીઓને આપી દેવાશે, કંપની નક્કી કરશે ભાડું, રેલમંત્રીની ચૂપકીદી

કમાણી કરાવતા 150 રૂટ ખાનગી કંપનીઓને આપી દેવાશે, કંપની નક્કી કરશે ભાડું, રેલમંત્રીની ચૂપકીદી

ભારતીય રેલ્વે ઝડપથી ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે. 8-9 ડિસેમ્બરે રેલ્વે મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી, જેમાં કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે અમલદારોને 150 એવા રૂટ તૈયાર કરવાનું કહ્યું હતું, જેના પર દુરંતો, તેજસ અને રાજધાની જેવી ટ્રેનો દોડે છે. ખાનગી કંપનીઓ આ રૂટો પર ટ્રેન ઓપરેટ કરશે. આમાંથી 30 ખાનગી ટ્રેનો મુંબઇથી મધ્ય અને પશ્ચિમ રેલ્વે ઉપર દોડશે. તેઓ મુંબઇ-અમદાવાદ અને દિલ્હી-લખનઉ તેજસ એક્સપ્રેસ ટ્રેનની પેટર્નથી સંચાલન કરશે. ગુજરાતમાં તેજસ ટ્રેનને લીલીઝંડી આપવા માટે આવેલા રેલમંત્રી પિયુષ ગોયેલને ટ્રેનના ખાનગીકરણ બાબતે સવાલો પૂછાતાં તેમણે આ અંગે જવાબ આપવાનો ટાળીને ચાલતી પકડી લીધી હતી. સરકાર આ યોજનાને રેલવે માટે લાભદાયી ગણાવી રહી પણ રેલવે કર્મચારીઓ જ રેલવેના ખાનગીકરણનો વિરોધ કરી રહ્યાં છે.

આ બંને ટ્રેનોનું સંચાલન ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બેઠકમાં નવા માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી, જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ખાનગી ઓપરેટરો તેમના ભાડા અને તેના પર ઉપલબ્ધ ભોજન નક્કી કરશે. પેસેન્જરનો સામાન ઘરેથી લાવવાની સુવિધા આપવામાં આવશે.

આ ટ્રેનોને તેમના રૂટ પર અગ્રતા આપવામાં આવશે, જેથી તેઓ નિર્ધારિત કરતા વધુ મોડા સ્ટેશનો પર ન પહોંચે. રેલ્વે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે કહ્યું કે, ‘આ 150 ટ્રેનો માટેની બિડિંગ પ્રક્રિયા આવતા મહિનાથી શરૂ થશે. આ દેશમાં પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે, તેથી બોલી લગાવવામાં સમય લાગી શકે છે. આ સિસ્ટમનો ઉપયોગ વિશ્વમાં પહેલાથી કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર પ્રક્રિયા બે ભાગમાં પૂર્ણ થશે. પ્રથમ ખાનગી બિડરોને લાયકાત માટે બોલાવવામાં આવશે.

આ પછી, તેમની પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં છ મહિનાનો સમય લાગશે. પ્રસ્તાવ મળ્યા બાદ રેવેન્યૂ અને રૂટ અંગે ચર્ચા કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે મુંબઈની ટ્રેનો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઇ સેન્ટ્રલ, કુર્લા એલટીટી અને બાન્દ્રા ટર્મિનસથી દોડશે. ખાનગી ઓપરેટર પ્રોફેટિબિલિટી અને મુસાફરોની સંભવિત સંખ્યાના આધારે રૂટ નક્કી કરશે.

અધિકારીએ કહ્યું કે, જે રાજ્યોમાં મુસાફરોની સંખ્યા સામાન્ય રીતે વધારે હોતી નથી ત્યાં ફેરફરા કરવામાં મુશ્કેલી પડે છે. કોઈ ચોક્કસ સમયગાળા પછી ભાડુ વધાર્યા વિના આવા સ્થળોએ ખાનગી કંપનીઓએ પેસેન્જર ટ્રેનોનું સંચાલન કરવું મુશ્કેલ બનશે. હાલની ટ્રેનો દ્વારા નવી ટ્રેનો બદલી શકાતી નથી. રેલ્વે તેનું ઉત્પાદન અને સપ્લાય અલગથી કરશે. આ કરવા માટે, તેને વાર્ષિક ધોરણે પેમેન્ટ મળશે.

READ ALSO

Related posts

કેજરીવાલ સરકારની આગેકુચ, મોહલ્લા ક્લિનિક બાદ હવે મોહલ્લા માર્શલ થશે તૈનાત

Ankita Trada

દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિના સલાહકાર છે ટ્રમ્પ સાહેબની દિકરી ઈવાંકા

Pravin Makwana

આ છે દુનિયાના સૌથી ધનવાન પરિવાર, જેમાં એક ભારતીય પરિવારનો પણ સમાવેશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!