GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

આતંકીઓને ફંડ પુરૂ પાડવા મુદ્દે FATFના પાક.ને 150 સવાલ

પાકિસ્તાન દ્વારા આતંકીઓને ફંડ પુરૂ પાડવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. તેથી હાલ પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય એજન્સી એફએટીએફની નજર છે. એફએટીએફ દ્વારા પાકિસ્તાનને 150 સવાલો પૂછવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાનમાં જે મદરેસાઓ આવેલા છે તેને અને પ્રતિબંધીત આતંકી સંગઠનો બન્ને વચ્ચે શું સંબંધ છે તેની માહિતી આપવા પણ કહ્યું છે. 

પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકનારી એફએટીએફએ ગત ઓક્ટોબર મહિનામાં જ ચેતવણી આપી હતી કે જો આતંકીઓને ફંડ પુરૂ પાડવાનું બંધ ન કર્યું અને આતંકીઓ સામે કાર્યવાહી ન કરવામાં આવી તો આ ગ્રે લિસ્ટમાંથી બ્લેક લિસ્ટમાં મુકવામાં આવશે. આ ઉપરાંત એજન્સીની જે 22 મુદ્દાઓની યાદી છે તેનું પાલન કરવાનો આદેશ પણ પાકિસ્તાનને આપવામાં આવ્યો હતો. 

એક રિપોર્ટ અનુસાર હવે આ એજન્સીએ પાકિસ્તાનને 150 જેટલા સવાલોની એક યાદી મોકલી છે અને તેનો વહેલી તકે જવાબ આપવાનો આદેશ પણ આપ્યો છે. ગત છ ડિસેમ્બરે જ આ યાદીને પાકિસ્તાનને સોપી દેવામાં આવી હતી, જે સવાલો પૂછવામાં આવ્યા છે તેમાં પાકિસ્તાન આતંકીઓને જે નાણાકીય ફંડ પુરૂ પાડી રહ્યું છે તે અને આતંકીઓ સામે શું કાર્યવાહી કરી તે સહીતના સવાલોના જવાબ માગવામાં આવ્યા છે. 

એવા પણ અહેવાલો છે કે મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદના આતંકી સંગઠન જમાત ઉદ દાવા દ્વારા પાકિસ્તાનમાં આશરે 300 જેટલી સ્કૂલ અને મદરેસા ચલાવવામાં આવતા હતા. થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનની કોર્ટે હાફિઝ સઇદને આતંકીઓને ફંડ પુરૂ પાડવા મુદ્દે દોષીત ઠેરવ્યો હતો. આ સ્થિતિ વચ્ચે જ એજન્સીએ પાકિસ્તાનને 150 જેટલા સવાલો પૂછ્યા છે.

આ સવાલોમાં પાકિસ્તાનમાં જે મદરેસા સક્રીય છે તેના અને આતંકીઓ વચ્ચે શું સાંઠગાંઠ છે તેની વિગતો આપવાનો આદેશ પણ પાકિસ્તાનને આ એજન્સીએ કર્યો હતો. જમાત ઉદ દાવા દ્વારા સિંધ પ્રાંતમાં 56 જેટલા મદરેસાઓ ચલાવવામાં આવતા હતા. આ પહેલા 27 સવાલો આતંકીઓને ફંડ પુરૂ પાડવા મુદ્દે પૂછવામાં આવ્યા હતા જેમાં જે જવાબ પાકિસ્તાને આપ્યા તેમાં માત્ર પાંચ જ જવાબથી એજન્સી સહમત થઇ હતી.

READ ALSO


Related posts

અરે વાહ! હવે WhatsAppથી થઈ શકશે ગેસ સિલીન્ડર બુક, અહીં જાણો ડિટેલ

Mansi Patel

રાહુલ ગાંધી પર સરકારનો પલટવાર, Corona વિરૂદ્ધની લડાઈને કરી રહ્યા છે કમજોર

Arohi

દિલ્હીમાં કોરોનાના તમામ રેકોર્ડ તૂટ્યા: 24 કલાકમાં 792 કેસ, મોતનો આંકડો 300ને પાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!