ભાવનગરના પોપટનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રીના 15 વર્ષના કિશોરે એક વ્યક્તિની હત્યા કરી હતી. સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા ઝીંકીને મુન્નાભાઇની હત્યા નિપજાવી હતી. સી ડિવિઝન મથકના પીઆઇ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતકના પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આ હત્યામાં સગીરના પિતાએ પણ મદદગારી કરી હોવાથી પોલીસે બંન્નેની પિત્રા પુત્રની અટકાયત કરી હતી. બંનેના કોરોનાના ટેસ્ટ માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.
અયોધ્યામાં મંદિર નિર્માણ માટે નિલમબાગ પેલેસની માટી અને જળ મોકલવામાં આવ્યા
અયોધ્યા ખાતે બનનાર ભવ્ય મંદિરના નિર્માણમાં પવિત્ર યાત્રાધામો અને તીર્થોની માટી તેમજ પાણી મોકલવામાં આવી રહ્યું છે. ત્યારે ભાવનગરના નિલમબાગ પેલેસમાંથી પણ આજે સંતો મહંતોના હસ્તે નિલમબાગ પેલેસની માટી અને જળ મોકલવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગરના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો.
READ ALSO
- PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આપ્યું આમંત્રણ, ટેસ્ટ મેચ જોવા આવી શકે અમદાવાદ
- પાકિસ્તાન / પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં કુલ 84 લોકોના મોત થયા
- ફેડ બાદ બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દર વધાર્યો / RBIની 5 ફેબ્રુઆરીથી મોનિટરી પોલિસીની બેઠક, રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો કરાશે વધારો?
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ