GSTV

સાચવજો/ દરિયાની અંદર હજારો પર્યટકોની સામે બળાત્કાર: બીચ પર હાજર લોકોને ખબર પણ નહીં પડી, પોલીસને પાકિસ્તાની યુવકની શોધ

Last Updated on July 22, 2021 by Karan

ઇંગ્લેન્ડમાં એક સગીરા સાથે હજારોની ભીડ સામે બળાત્કાર ગુજારવામાં આવ્યો, પરંતુ કોઇને જાણ પણ નથી થઇ. પીડિત યુવતી તેના મિત્રો સાથે બીચ પર ગઈ હતી. તે જ સમયે એક છોકરાએ તેને તેની હવસનો શિકાર બનાવ્યો. આરોપીએ તેને પાણીમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ આ સંબંધમાં એક 17 વર્ષના છોકરાની શોધ કરી રહી છે, જે સંભવત પાકિસ્તાની છે.

બોર્નેમાઉથ શહેરની ઘટના

એક અહેવાલ મુજબ 15 વર્ષીય પીડિતા 18 જુલાઇએ તેના મિત્રો સાથે ઇંગ્લેન્ડના બોર્નેમાઉથમાં એક બીચ પર ગઈ હતી. અહીં તે એક યુવકને મળી, જેની બોલી પાકિસ્તાની જેવી હતી. આરોપી પીડિતાને વાતોમાં વ્યસ્ત કરી પીડિતાને પાણીમાં લઈ ગયો હતો. જ્યાં થોડા ઊંડા પાણીમાં પહોંચ્યા બાદ તેણે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. ધોળા દિવસે હજારો લોકોની હાજરીમાં બનેલી આ ઘટનાની જાણ કોઈને પણ નહોતી થઇ.

પોલીસે લોકોની મદદ માંગી

પોલીસ મુજબ આરોપીએ યુવતીને જણાવ્યું હતું કે તેની ઉંમર 17 વર્ષ છે અને બર્મિંઘમનો રહેવાસી છે. તેની બોલવાની રીતથી તે પાકિસ્તાની લાગી રહ્યો હતો. આ ઘટના બપોરે ત્રણ કલાકની નજીકની છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો દરિયાના કાંઠે હતા. પોલીસે આરોપીને પકડવા લોકોની મદદ માંગી છે.

ફોટો શોધી રહી છે પોલીસ

આરોપીને શોધવા પોલીસ નજીકના શોપકિપરોની પણ પૂછપરછ કરી રહી છે. ઉપરાંત એ દિવસે બીચ પર લેવામાં આવેલી તસવીરોમાં પણ તેની શોધ થઇ રહી છે. જોકે અત્યાર સુધી કોઈ સફળતા નથી મળી. પીડિતાએ નિવેદનમાં જણાવ્યું કે ઘટનાને અંજામ આપ્યાના તરત પછી આરોપી યુવક ત્યાથી ગાયબ થઇ ગયો. જ્યારે તેણે પાણીથી બહાર નિકળ્યા પછી તેના મિત્રોને આ અંગે જણાવ્યું તો કોઇને વિશ્વાસ ન થયો.

Read Also

Related posts

લાગશે ઝટકો/ ગુજરાતી IPS રાકેશ અસ્થાનાના મામલે મોદી અને અમિત શાહની નહીં ચાલે મનમાની, આ છે સુપ્રીમ કોર્ટના ચૂકાદા

Pritesh Mehta

ખુશખબર/ દરેક ભારતીય માટે ઓગસ્ટ મહિનો અતિ સુખદ : PM મોદીએ ટ્વીટ કરીને આપી આ જાણકારી, જાણી લો શું થયા લાભ

pratik shah

રસ નથી જાઓ / ભાજપમાંથી ટીડીપીમાં આવવા ધમપછાડા છતાં મમતા પક્ષપલટુ મોંડલને ન મળ્યાં, એક કલાક એરપોર્ટ પર જોઈ રાહ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!