GSTV
Home » News » ગુજરાતની 15 મહિલાઓ જ બની છે સાંસદ, સતત 4 વાર લોકસભામાં જવાનો આ સાંસદનો છે રેકોર્ડ

ગુજરાતની 15 મહિલાઓ જ બની છે સાંસદ, સતત 4 વાર લોકસભામાં જવાનો આ સાંસદનો છે રેકોર્ડ

women Gujarat MPs

દર પાંચ વર્ષે યોજાતી લોકસભા ચૂંટણીનો જોર શોરથી પ્રચાર થાય છે પરંતુ ૫૦ ટકા મતદાન ધરાવતી મહિલાઓને પુરતી તક મળતી નથી. ગુજરાતની વાત કરીએ તો લોકસભામાં અત્યાર સુધી માત્ર ૧5 મહિલાઓ જ સાંસદ બની છે. ગુજરાત રાજયની સ્થાપના પહેલા સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણીબેન તથા સાબરકાંઠા બેઠક પરથી જોહરાબેન ચાવડા સાંસદપદ શોભાવ્યું હતું.

૧૯૬૨માં અમરેલી બેઠક પરથી જયાબેન શાહ વિજેતા બન્યા હતા. ૧૯૭૭ની લોકસભા ચૂંટણીમાં મહેસાણા બેઠક પરથી મણીબેન પટેલ એક માત્ર વિજેતા મહિલા ઉમેદવાર હતા. ૧૯૮૦ની લોકસભા ચૂંટણીમાં એક પણ મહિલા ઉમેદવાર સાંસદ બન્યા ન હતા જયારે ૧૯૮૪માં કચ્છ બેઠક પરથી ઉષાબેન ઠક્કર વિજેતા થયા હતા. ૧૯૯૮, ૯૯ અને ૨૦૦૪ એમ સળંગ ૩ ટર્મ સુધી વડોદરા બેઠક પરથી જયાબેન ઠક્કર સાંસદ રહયા હતા.

ભાવનાબેનનો છે રેકોર્ડ

જો કે સૌથી વધુ ચાર વખત સાંસદ તરીકે વિજય મેળવવાનો રેકોર્ડ જુનાગઢ બેઠક પરથી ભાવનાબેન ચિખલીયા ધરાવે છે. તેઓ ૧૯૯૧માં કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઇ શેખડાને હરાવીને પ્રથમવાર જુનાગઢ મતક્ષેત્રના સાંસદ બન્યા હતા.ત્યાર પછી ૧૯૯૬, ૧૯૯૮ અને ૧૯૯૯માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પણ વિજયી થયા હતા. ૨૦૦૪ના લોકસભા ઇલેકશનમાં ભાવનાબેન ચિખલીયાને કોંગ્રેસના જશુભાઇ બારડે પરાજય આપ્યો હતો.૧૯૯૮માં ભાજપના ભાવનાબેન દવે સુરેન્દ્રનગર બેઠક પરથી સાંસદ તરીકે ચુંટાયા હતા. સાબરકાંઠા બેઠક પરથી નિશાબહેન ચૌધરી ૩ વાર અને સુરત બેઠક પરથી દર્શનાબહેન જરદોશ બે વાર સાંસદ રહી ચૂકયા છે.

Related posts

સૌરાષ્ટ્રમાં જિલ્લા – તાલુકા પંચાયતોની 21 પૈકી 14 બેઠકોમાં ભાજપનો વિજય

Mayur

સિંગાપોરમાંથી 300 હાથીઓના આશરે નવ ટન હાથીદાંત ઝડપાયા

Mayur

આંધ્ર સ્થાનિક યુવાનોને ખાનગી ક્ષેત્રે નોકરીમાં 75 ટકા અનામત આપનાર પ્રથમ રાજ્ય બન્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!