GSTV

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 1477 કેસ સાથે 15 લોકોના મોત, કુલ કેસનો આંક 2 લાખ 11 હજાર 257

ગુજરાતમાં મોટા શહેરોમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. જેથી ગુજરાતમાં પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. જેમાં છેલ્લા 24કલાકમાં કોરોનાના 1477 કેસ નોંધાયા છે. જ્યારે 15 લોકોના મોત થઇ ગયા છે. જેથી આજદિન સુધીમાં કોરોનાના કારણે 4004 મોત થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કુલ 10 લોકોના મોત થયા છે.

જેમા સુરતમાં 2, ગાંધીનગર, અમરેલી,પાટણ અને બરોડામાં એક એક દર્દીના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1547 દર્દીઓ રિક્વર થયા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 2 લાખ 11 હજાર 257 કેસ નોંધાઇ ચૂક્યા છે. હાલમાં રાજ્યમાં કુલ 14 હજાર 885 એક્ટિવ કેસ છે. જ્યારે 81 લોકોને ગંભીર સ્થિતી હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાની લડાઇમાં ફ્રંટ લાઇન પર રહીને સતત કોરોના દર્દીઓની સારવાર કરતા ડો.તુષાર પટેલ ખુદ કોરોના સંક્રમિત બન્યા છે. ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સ મેમ્બર ડૉ.તુષાર પટેલે કોરોના દર્દીઓની સારવારમાં મોટું યોગદાન આપ્યુ છે. તેઓ માત્ર ટોકન લઈ કોરોના દર્દીઓની સારવાર કરતા આવ્યા છે..આ ઉપરાંત અનેક મોટા નેતાઓ અને સરકારી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સતત સારવાર કરતા આવ્યા છે. ડો.તુષારપટેલ ખુદ કોરોનાથી સંક્રમિત થતા મેડિકલ જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે.

રાજકોટમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે વધુ 10 દર્દીના કોરોનાથી મોત થયા છે. જોકે, દર્દીઓના મોત અંગેનો અંતિમ નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. તો બીજી તરફ કોરોનાના કેસમાં વધારો થતા શહેરમાં સુપરસ્પ્રેડરના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.

રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ વકીલ અભય ભારદ્વાજનું નિધન થયું છે. સપ્ટેમ્બર મહિનામાં કોરોનાથી સંક્રમિત થયા બાદ અભય ભારદ્વાજની તબિયત લથડી હતી. જે બાદ તેમને ચેન્નઇની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં છેલ્લા 2 મહિનાથી તેમની સારવાર ચાલી રહી હતી. ચેન્નઇમાં સારવાર દરમ્યાન અભય ભારદ્વાજની તબિયતમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. પરંતુ આખરે તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભય ભારદ્વાજના નિધન પર શોક વ્યક્ત કર્યો. પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે અભય ભારદ્વાજ પ્રખ્યાત વકીલ હતા અને સમાજની સેવામાં હંમેશા આગળ રહેતા. રાષ્ટ્રીય વિકાસ પ્રત્યે હંમેશા જુસ્સાદાર રહેતા એક તેજસ્વી વ્યક્તિને ગુમાવ્યાનું દુઃખ છે. તેમના પરિવારજનો અને મિત્રો પ્રત્યે મારી સંવેદના.

READ ALSO

Related posts

વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો

Pritesh Mehta

કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન

Pravin Makwana

અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!