GSTV
Gujarat Government Advertisement

સરકારી કર્મચારીઓને મોટી રાહત / પરિવારમાં કોઇ પણ સભ્ય છે કોરોના સંક્રમિત તો મળશે આટલાં દિવસની રજા, સાથે આ અન્ય લાભ

Last Updated on June 9, 2021 by Dhruv Brahmbhatt

કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને તેમના માતા-પિતા અથવા તો પરિવારમાં જેની પર નિર્ભર છો તે સભ્ય જો કોરોનાથી સંક્રમિત થયા હોય તો તેવી સ્થિતિમાં 15 દિવસની સ્પેશિયલ રજા મળશે. કર્મચારી મંત્રાલય દ્વારા આ અંગે મહત્વનો આદેશ રજૂ કરવામાં આવ્યો છે.

કોરોના

ACL ખતમ થયા બાદ પણ રજા લઇ શકશો

જો ACL ખતમ થઇ જાય છે અથવા તો 15 દિવસ બાદ પણ પરિવારનું કોઇ સભ્ય સંક્રમિત છે અથવા તો હોસ્પિટલમાં ભરતી છે તો સરકારી કર્મચારીઓને હોસ્પિટલમાંથી રજા મળે ત્યાં સુધી રજાને વધારી શકાશે. આ સાથે અન્ય એક મહત્વનો નિર્ણય લેવાયો છે જેમાં કોરોનાથી બીજી લહેરથી પ્રભાવિત ભારત સરકારના અલગ-અલગ મંત્રાલયોમાં કામ કરનારા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને પણ મોટી રાહત આપવામાં આવી છે.

તમામ મંત્રાલયોને નિર્દેશ જારી કરાયો

1 એપ્રિલથી 30 જૂન 2021 સુધીની તમામ સેલરી આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આદેશ અનુસાર, આવા તમામ કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓ કે જેઓ કોરોનાની બીજી લહેર દરમ્યાન ઘરોમાં હતાં તેઓને ‘ઓન ડ્યુટી’ માનવામાં આવશે. તમામ મંત્રાલયોને કેન્દ્ર સરકાર તરફથી આ બાબતનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

કર્મચારી સંક્રમિત તો 20 દિવસની રજા

મંત્રાલયએ કોરોના મહામારી દરમ્યાન સારવાર, હોસ્પિટલમાં ભરતી, આઇસોલેશન વગેરેના વિશે વિસ્તૃત આદેશ જારી કર્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું કે, સરકારી કર્મચારીઓને થઇ રહેલી મુશ્કેલીઓનું પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.’ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું કે, જો કોઇ સરકારી કર્મચારી Covid 19 થી સંક્રમિત થઇ જાય છે અને તે ઘરમાં જ આઇસોલેશન અથવા તો ક્યાંક ક્વોરન્ટાઇન થઇ જાય છે તો તેને 20 દિવસ સુધીની રજા આપી શકાય છે.

20 દિવસથી પણ વધારાની જરૂરિયાત હશે તો પણ ટેન્શન નહીં

કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો માટે રજૂ કરવામાં આ આદેશમાં કહેવામાં આવ્યું કે, ‘જો કોરોના સંક્રમિત થયાના 20 દિવસ બાદ પણ સરકારી કર્મચારીને હોસ્પિટલમાં રાખવા પડે છે તો તેને આ સંબંધે ડોક્યુમેન્ટ્સના પુરાવાના આધાર પર પણ રજા મળશે.’ આ આદેશ અનુસાર જો સરકારી કર્મચારીના માતા-પિતા અથવા તો કોઇ આશ્રિત પરિવારનું સભ્ય જો કોરોનાથી સંક્રમિત થાય છે તો તેને 15 દિવસની SCL મળશે.

ઘર પર છે તો વર્ક ફ્રોમ હોમ પણ માનવામાં આવશે

આ આદેશમાં એમ કહેવામાં આવ્યું કે, ‘જો સરકારી કર્મચારી કોઇ કોરોના સંક્રમિતના સીધા સંપર્કમાં આવે છે અને ઘરમાં જ આઇસોલેશનમાં છે તો ‘તેને 7 દિવસ માટે ડ્યુટી / વર્ક ફ્રોમ હોમ માનવામાં આવશે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!