ગુજરાતમાં મોટા શહેરોમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. જેથી ગુજરાતમાં પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1598 કેસ નોંધાયા છે. જ્યારે 15 લોકોના મોત થઇ ગયા છે. જેથી આજદિન સુધીમાં કોરોનાના કારણે 3953 મોત થઇ ચૂક્યા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 15 લોકોના મોત થયા છે જેમા અમદાવાદમાં 10, સુરતમાં 2. અને ગાંધીનગર, રાજકોટ અને વડોદરામાં1-1 દર્દીના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1523 દર્દીઓ રિક્વર થયા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 2 લાખ 6 હજાર 714 કેસ નોંધાઇ ચૂક્યા છે. હાલમાં રાજ્યમાં કુલ 14 હજાર 792 એક્ટિવ કેસ છે. જ્યારે 89 લોકોને ગંભીર સ્થિતી હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

ડીસા શહેરમાં સૌથી વધુ કોરોનાવાયરસના કેસો સામે આવતા ડિસાને કોરોના હોસ્પોટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.બનાસકાંઠા જિલ્લામાં 2 હજાર 500 થી પણ વધુ કોરોના વાયરસના કેસો સામે આવ્યા છે. તો ડીસામાં પણ 1 હજાર 200થી વધુ કોરોના કેસ સામે આવ્યા છે. હજુ પણ રોજના 35 થી 40 જેટલા વધુ કોરોના વાયરસના કેસો સામે આવી રહ્યા છે.બીજી તરફ બજારોમાં માસ્ક વગર ફરતા લોકોને આરોગ્ય વિભાગે દંડ ફટકાર્યો હતો. આરોગ્ય વિભાગની આ નવી પહેલથી લોકોમાં ધીમે ધીમે જાગૃતિ જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસના કેસો વધવા પાછળનું કારણ લોકોની ગંભીર બેદરકારી સામે આવી છે..ખાસ કરીને લોકો બજારોમાં ખરીદી કરવા આવતા ભારે ભીડ કરે છે. જેના કારણે સતત લોકોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે.


રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ આઠ દર્દીઓના મોત કોરોનાથી થયા છે. જોકે, કોરોનાથી થયેલા મોતનો અંતિમ નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. તો વળી ગઈ કાલે 6 જેટલા દર્દીઓના મોત કોરોનાથી થયા હતા.
READ ALSO
- જાણો શું છે આધાર ચેટબોટ અને આધાર હેન્ડબુક, જે આપે છે તમારા સવાલના જવાબ
- ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા અન્ના હજારે, 30 માર્ચથી શરુ કરશે આમરણ અનશન
- સંસદ માર્ગ પર આકાશવાણી ભવનમાં આગ, ફાયરની 8 ગાડીઓએ મેળવ્યું આગ નિયંત્રણ
- કાર્યક્રમમાં પહોંચેલા ભાજપના મંત્રી સ્થાનિકોની નારાજગીનો બન્યા ભોગ, પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ લીધો ઉધડો!
- ભરતપુરમાં 5 મહિનાથી કોરોના સંક્રમિત છે મહિલા, સતત 31 વખત કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ