GSTV

ઝટકો / ગુજરાતી નેતાની મનમાનીને કારણે ભાજપના 15 નેતાઓએ આપી દીધા રાજીનામા, હવે મોદી અને શાહ ભરાયા

Last Updated on June 13, 2021 by Dhruv Brahmbhatt

કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્રીપમાં ભારતીય જનતા પાર્ટીના 15 નેતાઓએ પાર્ટીમાંથી એક સાથે રાજીનામા ધરી દીધાં છે. પ્રદેશમાં છેલ્લાં કેટલાંય સમયથી બધું બરાબર નથી ચાલી રહ્યું. તેની પાછળનું કારણ પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા કરવામાં આવેલા ફેરફાર ગણાવવામાં આવી રહ્યાં છે. આ સાથે જ ફિલ્મ નિર્માતા આયશા સુલ્તાના વિરૂદ્ધ પણ લક્ષદ્વીપ પોલીસએ દેશદ્રોહનો કેસ દાખલ કરી દીધો. જો કે, આ મામલો ભાજપની લક્ષદ્વીપ એકમ અધ્યક્ષ અબ્દુલ ખાદરએ દાખલ કરાવ્યો, પરંતુ આ કેસને લઇને ભાજપ પાર્ટીના નેતાઓએ વિરોધ કરીને રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઇએ કે, રાજીનામા સોપંનારાઓમાં ભાજપના રાજ્ય સચિવ અબ્દુલ હમીદ મુલ્લીપુઝા પણ શામેલ છે.

હકીકતમાં, સુલ્તાના પર આરોપ છે કે તેઓએ એક મલયાલમ ચેનલમાં ચર્ચા દરમ્યાન કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોનાના પ્રસારના વિશે ખોટા સમાચાર ફેલાવ્યા હતાં. તેઓએ એક ટીવી ડીબેટ દરમ્યાન એમ કહ્યું હતું કે, ‘કેન્દ્ર સરકારએ લક્ષદ્રીપમાં કોરોનાના પ્રસાર માટે ‘જૈવિક હથિયારો’ નો ઉપયોગ કર્યો. કવરતી પોલીસએ ફિલ્મ નિર્માતાની વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 124 A ( રાજદ્રોહ ) અને 153 B (અભદ્ર ભાષા ) અંતર્ગત મામલો દાખલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીને લઇને હવે પાર્ટીના જ લોકો નારાજ થઇ ગયા છે.

લક્ષદ્રીપમાં લગભગ 15 નેતાઓએ પ્રદેશ અધ્યક્ષને લખ્યું રાજીનામા પત્ર

લક્ષદ્રીપમાં લગભગ 15 નેતાઓએ પ્રદેશ અધ્યક્ષને રાજીનામાના પત્રમાં કહ્યું કે, ‘તેમનું રાજીનામું આયશા સુલ્તાના પર કેસ દાખલ કરવાને લઇને છે, જેઓએ એક ચેનલ ચર્ચા દરમ્યાન જણાવ્યું હતું કે, કેવી રીતે લક્ષદ્રીપ શૂન્ય કોવિડ મામલાઓથી વર્તમાન પ્રશાસકના આગમન સાથે મોટા વ્યવસાય પર કોવિડ ચર્ચાઓમાં વધારો થયો છે. તેઓએ પ્રશાસકના નિર્ણયોને ‘અવૈજ્ઞાનિક અને બેજવાબદાર’ પણ જણાવ્યું. તેઓએ આગળ વધુમાં એમ પણ જણાવ્યું કે, જ્યારે લક્ષદ્રીપમાં તમે અને ભાજપના કાર્યકર્તા અને લોકો અલોકતાંત્રિક કાર્યોનો વિરોધ કરી રહ્યાં છે, તો તમે ચેતલાટ નિવાસી અમારી બહેન વિરૂદ્ધ ખોટી અને અનુચિત ફરિયાદ દાખલ કરી છે અને તેમના પરિવાર અને તેમના ભવિષ્યને બરબાદ કરવાનું કામ કર્યું છે. અમે અમારી કઠોર આપત્તિ વ્યક્ત કરીએ છીએ અને ભાજપની પ્રાથમિક સદસ્યતાને પોતાનું રાજીનામું સોંપીએ છીએ.’

છેલ્લાં કેટલાંક દિવસોથી લક્ષદ્રીપમાં નવા સુધારાઓને લઇને હોબાળો થઇ રહ્યો છે

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંક દિવસોથી લક્ષદ્રીપના પ્રશાસક પ્રફુલ ખોડા પટેલની વિરૂદ્ધ તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા નવા સુધારાઓને લઇને હોબાળો થઇ રહ્યો છે, જે કહેવાઇ રહ્યું છે કે, દ્રીપવાસિઓના હિતોની વિરૂદ્ધ છે. લોકો લક્ષદ્રીપ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ રેગ્યુલેશન (ગુંડા એક્ટ), લક્ષદ્રીપ એનિમલ પ્રિઝર્વેશન રેગ્યુલેશન અને લક્ષદ્રીપ પંચાયત રેગ્યુલેશન, 2021 જેવાં અન્ય ડ્રાફ્ટ કાયદાનો ભારે વિરોધ કરી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કોરોના/ રસીકરણને કારણે મોટાભાગના લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી ગઈ છતાં બેદરકારી ભારે પડશે, નિષ્ણાતોએ આપી આ ચેતવણી

Bansari

અફઘાનિસ્તાને તાલિબાની આતંકીઓ પર લગામ કસવા લીધો મોટો નિર્ણય, 31 પ્રાંતોમાં લગાવ્યો નાઇટ કર્ફ્યુ

Bansari

ડ્રેગનનું નવું કારસ્તાન/ ચીનના કારણે જોખમમાં મુકાઇ હજારો ભારતીય નાવિકોની નોકરી, કરી રહ્યું છે આવી ગંદી હરકત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!