પંચમહાલ શહેરાના વાડી અને વલ્લવપુરમાં 15 જેટલા પશુઓના મોત

પંચમહાલ શહેરાના વાડી અને વલ્લવપુરમા 10થી15 જેટલા પશુઓના મોત થતા પશુ ડોકટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. શહેરાના વાડી અને વલ્લવપુરમા લીવર ઇન્ફેકશનના કારણે પશુઓના કલેજામા જીવાત પડવાથી પશુઓનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાડી તેમજ વલ્લવપુર ગામે 10 થી 15 જેટલા પશુઓના મોત થતા પશુપાલકોએ પશુ ડોકટરોને જાણ કરતા પશુ ડોકટરોની ટીમે વાડી તેમજ વલ્લવપુર ગામે પહોંચી પશુઓનું પી.એમ. કરી જોતા લેબર ઇન્ફેક્શનના કારણે પશુઓના હૃદયમાં જીવાત પડવાના કારણે પશુઓના મોત થયા હોવાનું પશુ ડોકટરો દ્વારા જાણવા મળ્યું હતું. પશુ ડોકટરો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે નદી કિનારા અથવા તો કેનાલના વિસ્તારના તેમજ તળાવના કિનારા વિસ્તારના પશુઓમાં ક્રોમિઓ વધી જવાના કારણે લેબર ઇન્ફેક્શન થતું હોય છે. જેના કારણે પશુઓના હૃદયમાં જીવાત પડતી હોવાના કારણે પશુઓના મોત થતા હોવાનું ડોકટરો દ્વારા જાણવા મળ્યું હતું. જોકે સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું કે પશુઓના મોત દાણથી નહિ પરંતુ લેબર ઇન્ફેક્શન અથવા ઘાસચારાથી થયા હોવાનું જાણવા મળે છે

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter