ગાંધીનગરમાં ભારત અને જાપાન વચ્ચે 15 સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગને મજબૂત કરવા પર સંમતિ વ્યકત કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે વિજ્ઞાન, ટેકનિકલ, રિસર્ચ, રક્ષા અને ઊર્જા સહિતના ક્ષેત્રોમાં મહત્વની સમજૂતી થઇ હતી.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના શિલાન્યાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો આબે વચ્ચે ગુરુવારે ગાંધીનગરમાં થયેલી દ્વિપક્ષિય મંત્રણામાં બંને દેશો વચ્ચે વૈશ્વિક અને દ્વિપક્ષિય સંબંધોને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્વતા વ્યકત કરતા સ્વચ્છ ઊર્જા, રક્ષા સહયોગ વધારવા સહિતના કેટલાક મુદ્દાઓ પર સમજૂતી થઇ હતી. વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ મહત્વપૂર્ણ દ્વિપક્ષિય, ક્ષેત્રિય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા સહિત વિવિધ વિષયો પર વ્યાપક ચર્ચા કરી હતી. બંને નેતાઓએ કારોબાર, સુરક્ષા અન અસૈન્ય પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં સહયોગને વધુ ગાઢ બનાવવા માટે ચર્ચા કરી હતી.
ભારત અને જાપાન વચ્ચે થયા આ કરાર
આપત્તિ જોખમ વ્યવસ્થાપન
કૌશલ્ય વિકાસ
કનેક્ટિવિટી
આર્થિક અને વાણિજ્યિક
રોકાણ વધારવા કરાર
નાગરિક ઉડ્ડયન
વિજ્ઞાન અને ટેકનોલોજી
રમતગમત ક્ષેત્રે કરાર
એકેડેમિક-થિન્ક ટેન્ક