15 મિનિટમાં નિખરી ઉઠશે ચહેરો, આ ફેસમાસ્ક ટ્રાય કરી જુઓ

ગાજરનો ઉપયોગ

ગાજરમાં ગ્લૂકોઝ, વિટામીન એ, સી, ડી, ઈ અને કે જેવા અને પોષક તત્વો હોય છે. ગાજર ખાવાથી શરીરને તો લાભ થાય જ છે પરંતુ ગાજરનું સેવન ત્વચા માટે પણ ફાયદાકારક છે. ગાજરમાં કૈરોટીન નામનું તત્વ હોય છે જે ત્વચાના તુરંત ચમકાવે છે અને તેને અંદરથી સુંદર બનાવે છે. ખાસ વાત તો એ છે કે આ કામ માત્ર 20 મિનિટમાં જ થઈ જાય છે. 20 મિનિટમાં ચહેરો ચમકાવવાની ઈચ્છા હોય તો ગાજરનો આ ફેસમાસ્ક લગાવવો ચહેરા પર.

ગાજરનો ઉપયોગ ફેસપેક તરીકે કરવામાં આવે છે. તેના પોષક તત્વ સ્કીન ડેમેજને તુરંત રીપેર કરી દે છે. ગાજરના ફેસપેકથી ત્વચા ગ્લો કરે છે અને સાથે જ તે સ્કીનને ટાઈટ પણ કરે છે. શિયાળામાં થતી ત્વચાની સમસ્યાઓ પણ આ ફેસપેકથી દૂર થઈ જાય છે. 

આ રીતે બનાવો ફેસપેક

ગાજરનો પેક બનાવવા માટે સૌથી પહેલા ગાજરને ઝીણું ખમણી લેવું. ગાજરની પેસ્ટ જેટલી હોય તેટલા જ પ્રમાણમાં તેમાં ચણાનો લોટ ઉમેરવો અને જરૂર પડે તો તેમાં ગુલાબજળ ઉમેરવું. આ પેસ્ટને ચહેરા અને ગળા પર લગાવવી. 15થી 20 મિનિટ સુધી આ પેસ્ટ રાખી તેને ઠંડા પાણીથી સાફ કરવી.  

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter