GSTV

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 1495 કેસ સાથે 13 લોકોના મોત

કોરોના

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ 1500ની આસપાસ નોંધાયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કુલ 1495 કેસ નોંધાયા છે. તો 1167 દર્દીઓ રિકવર થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 13 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 8, સુરતમાં 2, બનાસકાંઠા, ભાવનગર અને ગાંધીનગરમાં 1-1 દર્દીના મોત થયા છે. તો અત્યારસુધીમાં કુલ 3859 દર્દીઓના મોત થયા છે. તો હાલમાં 93 લોકોની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખીને સારવાર આપવામા આવી રહી છે. હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો 13600 દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે.

અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં કોરોના કેસનો રાફડો ફાટયો હોય તેવી સ્થિતી છે. જેમાં સાઉથ બોપલમાં આવેલ સફલ પરિસર 1 અને 2માં મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સફલ પરિસર 1માં કુલ 42 કેસ નોંધાયા છે. તો સફલ પરિસર 2માં કુલ 38 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. મોટી સંખ્યામાં કેસો આવતા માઈક્રો કન્ટેન્ટન ઝોન કરવામાં આવ્યું છે.

આવતીકાલથી અમદાવાદમાં માત્ર રાત્રિ કરફયૂ જ લાગુ રહેશે. સીએમ વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં આ અંગેની જાહેરાત કરી. જેમાં સીએમ રૂપાણીએ જણાવ્યુ કે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત આ ચારેય શહેરોમાં માત્ર રાત્રિ કરફયૂ જ લાગુ રહેશે. આ સાથે તેઓએ લોકોને અપીલ કરી કે લોકો કરફયૂને પૂરતો સહયોગ આપે આ સાથે સીએમએ યુવાનોને અપીલ કરી કે તેઓ સાંજ પછી બિનજરૂરી ઘરની બહાર ન નીકળે તેમજ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરીને અને જે લોકો માસ્ક નહીં પહેરે તેને 1 હજારનો દંડ ભરવો પડશે તેવી ચેતવણી પણ આપી હતી.

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે અમદાવાદ સિવિલમાં કોરોના વોરિયર્સ કોરોનાથી સંક્રમીત થઈ રહ્યા છે. દિવાળીથી અત્યાર સુધીમાં 60 કોરોના વોરિયર્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અને ત્યારે અત્યાર સુધીમાં 430 કોરોના વોરિયર્સને કોરોના થયો છે. સિવિલમાં ડોકટર, નર્સ સહિત સફાઈકર્મીઓને કોરોનનો ચેપ લાગ્યો છે. અત્યાર સુધીમાં નર્સિંગ સુપરિટેન્ડેન્ટ બિ.કે.પ્રજાપતિ, મેડિસન વિભાગના વડા ડોક્ટર કમલેશ ઉપાધ્યાય અને તેમના પત્ની ડોક્ટર નીલિમા શાહ, પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડોક્ટર જયેશ, એનેસ્થેસિયાના વડા ડોક્ટર શૈલેષ શાહ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

READ ALSO

Related posts

અમદાવાદ : પ્લાઝમા ડોનેટ કરવામાં લોકોમાં કચવાટ, કોરોનાને મ્હાત આપનાર લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ

Nilesh Jethva

અમદાવાદમાં રવિવારે કોરોના માટેની ડેડબોડી વાનના આંટાફેરા સિવિલ હોસ્પિટલમાં વધ્યા, મોતના આંકને લઈને ઉઠ્યા સવાલો

Nilesh Jethva

કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને કપડા આપવા આ યુવકોએ શરૂ કરી અનોખી પહેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!