ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધી રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1487 કેસ નોંધાયા છે. 1234 દર્દીઓ રિકવર થયા છે..તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 17 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 13 જ્યારે મોરબી, રાજકોટ, સુરત અને વડોદરામાં 1-1 દર્દીના મોત થયા છે. તો અત્યાર સુધીમાં કુલ 3876 દર્દીઓના મોત થયા છે. તો હાલમાં 89 લોકોની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખીને સારવાર આપવામા આવી રહી છે. હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો 13836 દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે.

ઇસ્કોન પ્લેટીનિયમ એપાર્ટમેન્ટમાં 78 કેસ સામે આવ્યા
અમદાવાદના બોપલ વિસ્તારમાં સફલ પરિસર સોસાયટીમાં કોરોના વિસ્ફોટ બાદ હવે બોપલના ઇસ્કોન પ્લેટીનિયમ એપાર્ટમેન્ટમાં કોરોનાના 78 પોઝિટિવ કેસ સામે આવતા હાહાકાર મચી છે. જો કે એક જ સોસાયટીમાં 78 કોરોના પોઝિટિવ કેસ આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટીના 304 મકાનના કુલ 1150 લોકોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુક્યા છે.



ઇસ્કોન પ્લેટીનિયમમાં A બ્લોકથી લઇને એસ બ્લોક સુધીના એપાર્ટમેન્ટ આવેલા છે. ત્યારે આ સોસાયટીમાં માત્ર એલ-બ્લોક જ એક એવો બ્લોક છે જેમાં કોઈ કોરોના કેસ નોંધાયો નથી. બાકીના તમામ ફ્લેટમાં કોરોના કેસ નોંધાયા છે. જેના કારણે આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જો કે, આ એપાર્ટમેન્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ટેસ્ટિંગ દરમિયાન પણ કેટલાક પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

અમદાવાદમાં કોરોના સંક્રમણ બેકાબૂ થયું છે. હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે. તેવામાં કોરોનાના કેસના સાચા આંકડા કયા છે તે મામલે સવાલો ઉઠ્યા છે. કેમ કે કોર્પોરેશન અને સરકારના આંકડા ખોટા હોવાનું સામે આવી રહ્યું છે. કોર્પોરેશન મુજબ દિવસના 280 થી 290 કેસ દર્શાવાય છે. પરંતુ માત્ર બી.જે.મેડિકલ કોલેજમાં જ દિવસના 120થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ આવે છે. RTPCR સિવાય અનેક લોકોના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાય છે. પરંતુ રેપીડ એન્ટિજન અને RTPCR બંન્નેના આંકડાઓમાં પણ વિસંગતતા આવે છે.
જે કોર્પોરેશનના અધિકારીઓના જુઠ્ઠાણાની પોલ ખોલે છે. કાળી ચૌદસ પહેલાં 100 જેટલા દર્દીઓના સેમ્પલ આવતા હતા જેમાં 10 ટકા પોઝિટિવ આવતા હતાં. પરંતુ કાળી ચૌદસ બાદ દરરોજ 300 જેટલા દર્દીઓ આવવા લાગ્યા જેમાંથી 40 ટકા પોઝિટિવ દર્દીઓ આવવા લાગ્યા છે. બી.જે.મેડિકલ કોલેજમાં 1,200 બેડ, યુ.એન.મહેતા, કેન્સર, કિડની અને જીસીએસ હોસ્પિટલના સેમ્પલ આવે છે. તેમાંય હાલ એક જ પરિવારના દર્દીઓ પોઝિટિવ હોવાનું વધારે જોવા મળી રહ્યું છે.
READ ALSO
- ડુંગળીની છાલને કચરો સમજીને ફેંકી દેતા હોય તો હવે ન કરશો આ ભૂલ, તેનાં ફાયદા જાણીને ચોંકી જશો
- બોર્ડે ધારા ધોરણો બદલ્યા/ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રીના નિયમો આકરા થયા, ફિટનેસ માટે ખેલાડીઓએ કરવો પડશે આ ટેસ્ટ
- દેશની આ 3 મોટી બેંકોમાં પૈસા ધરાવનારા ગ્રાહકો માટે RBIનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
- આખા દેશમાં લાગૂ કરી દો દારૂબંધીનો કાયદો/ નહીં થાય રેપ અને હત્યા જેવી ઘટનાઓ, મોદી સરકારમાં રહી ચુકેલા આ મંત્રીએ કરી વકીલાત
- વિદેશથી આવતા સમયે કેટલું સોનું અને દારૂ લાવતા હોય તો જાણી લેજો આ વાત, આટલી છે તેની મર્યાદા…