GSTV

કોરોનાના કારણે ઈટલીમાં અત્યાર સુધી 148 લોકોના મોત, તમામ શાળાઓ બંધ

Last Updated on March 6, 2020 by Arohi

કોરોના વાઈરસને કારણે ઈટલીમાં અત્યાર સુધીમાં 148 લોકોના મોત થઈ ચુક્યા છે અને 3858 લોકો આ વાઈરસની ઝપેટમાં આવી ચુક્યા છે. ચીન અને ઈરાનમાં ફેલાયેલા કોરાના વાઈરસે સમગ્ર વિશ્વમાં સંકટ ફેલાઈ ગયું છે અને ઈટલીમાં તમામ શાળાઓમાં પણ 15 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ ઈરાનમાં પણ અત્યાર સુધીમાં આ વાઈરસને કારણે 107 લોકોના મોત થઈ ચુક્યા છે અને 3513 જેટલા લોકો આ વાઈરસની ઝપેટમાં આવી ચુક્યા છે. તો ઈરાનનાં કેટલાક નેતા પણ કોરોના વાઈરસને કારણે પીડાઈ રહ્યા છે.

80થી વધુ દેશોમાં કોરોનાનો કહેર

ચીનના વુહાનથી ફેલાયેલો કોરોના વાયરસ હવે ધીમે ધીમે દુનિયાના 80થી વધુ દેશોમાં પોતાનો કહેર વરસાવી રહ્યો છે. કોરોનાથી ચીનમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. દુનિયાભરમાં આશરે એક લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. જ્યારે આશરે 3300 લોકોના મોત થયા છે. ચીન બાદ ઇટાલી અને ઈરાનમાં કોરોનાને લીધે સૌથી વધુ મોત થયા છે. આ સિવાય દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જ્યારે અમેરિકામાં અત્યાર સુધી 11 લોકોના મોત થયા છે. તો 129 લોકો કોરોનામાં સપડાયા છે. તો બીજી તરફ ભારતમાં અત્યાર સુધી 31 લોકોને ચેપ લાગ્યો છે. દુનિયાના 80થી વધુ દેશોમાં કોરોનો પોતાનો કહેર વર્તાવી રહ્યો છે.

Read Also

Related posts

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel

રસીકરણ/ આખરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન મુકાવી, આ રીતે થયો મોટો ખુલાસો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!