GSTV

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1442 નવા કેસ સાથે 12 લોકોના મોત, કુલ કેસનો આંક 130391ને પાર

કોરોના

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1442 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ અને વડોદરામાં ત્રણ-ત્રણ દર્દીના મોત થયા છે, તો રાજકોટમાં બે દર્દીના મોત થયા છે. આ સાથે કોરોનાથી રાજ્યમાં મૃત્યુઆંક 3396 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1279 દર્દીઓ સાજા થયા છે. આ સાથે આજદિન સુધીમાં કુલ 1 લાખ 10 હજાર 490 દર્દીઓ સાજા થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 61 હજાર 912 ટેસ્ટ કરવામા આવ્યા છે.

  • રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧,૪૪૨ કેસ
  • છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૭૯ દર્દી સાજા થયા, ૧૨નાં મોત
  • સુરતમાં કોરોનાના ૩૦૦ નવા કેસ, ૨ દર્દીઓના મોત
  • અમદાવાદમાં કોરોનાના ૧૮૨ નવા કેસ, ૩ દર્દીઓના મોત

ભાવનગરના મહુવામાં વધુ પાંચ કેસ કોરોનાના પોઝિટિવ આવ્યા. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પાંચ પોલીસ કર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. જો કે જિલ્લામાં કોરોનાના આંકડા છૂપાવવામાં તંત્ર સફળ રહ્યું છે. વધતા જતા સંક્રમણને લઈને લોકોએ હવે સચેત થવાની જરૂર છે. વહીવટી તંત્રએ ટેસ્ટિંગ પ્રક્રિયા ઝડપી બનાવી છે..ત્યારે દરરોજ ૪૦થી ૫૦ કેસ જિલ્લામાં નોંધાય છે. જિલ્લા કલેક્ટરે લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે કામ કરવાની સલાહ આપી છે.પાલનપુર તાલુકાના ગઢ અને કાણોદર જેવા ગામમાં મોટા પ્રમાણમાં કોરોનાના કેસ વધ્યા છે. જેને લઇને લોકડાઉન પણ કરાયું છે..ત્યારે હવે લોકોએ ખાસ ચેતવાની જરૂર છે.ડોક્ટર પણ આ બીમારીને ગંભીર ગણાવી રહ્યા છે. લોકોને પણ ગંભીરતાથી આ બીમારીને લેવાની સલાહ આપી રહ્યા છે. જો કે કામ વગર બહાર ન નીકળવાની ડૉક્ટરની સલાહ છે.

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે. જો કે આ કહેર વચ્ચે આંશિક રાહત મળતા સમાચાર સામે આવ્યાં છે. કોવિડ હોસ્પિટલાં મોતનો આંક નીચે જઈ રહ્યો હોવાની માહિતી સામે આવી છે. છેલ્લાં 24 કલાકમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 12 દર્દીઓના મોત નિપજ્યા છે. છેલ્લાં ચાર દિવસથી મોતનો આંક સતત નીચે જઈ રહ્યો છે.

READ ALSO

Related posts

વડોદરા શહેરમા ફાફડા જલેબીની મોજ માણવા લોકોએ રીતસરની લાઇન લગાવી

Nilesh Jethva

સાયલા : બેંક ઓફ બરોડા બેંકના એટીએમમાંથી 10 લાખથી વધુની ચોરી થતા ચકચાર

Nilesh Jethva

પીએમ મોદી કહે છે કોરોના ગયો નથી પણ ભાજપના નેતાઓના કાર્યક્રમો જોતા લાગે છે કોરોના રહ્યો નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!