GSTV

તમારી પાસે છે માત્ર 4 દિવસ, પતાવી લો આ જરૂરી કામ, 1 એપ્રિલથી બદલાઈ જશે આ 14 નિયમો

Last Updated on March 27, 2019 by

માત્ર ચાર જ દિવસમાં નાણાંકીય વર્ષ 2018-19 પૂર્ણ થઈ જશે. 1 એપ્રિલથી નવુું નાણાંકીય વર્ષ શરૂ હોવાની સાથે જ ઘણાં બદલાવ થશે. આ બદલાવોની સીધી અસર સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર થતી હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીએ છીએ એવા જ 14 નિયમો વિશે.

તેમાંથી કેટલાક કામ પતાવવા માટે હજી તમારી પાસે 4 દિવસો બાકી છે. જોકે રવિવાર હોવાથી, આમ જોઈએ તો તમારી પાસે માત્ર 3 દિવસ છે.

 • પૅનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક

પૅનકાર્ડને આધાર કાર્ડથી જો 31 માર્ચ સુધી લિંક નહીં કરાવો તો 1 એપ્રિલથી તે રદ્દી સમાન બની જશે. તમે આવનારા વર્ષમાં ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ નહીં કરી શકો. બેંકના કામમાં પણ પરેશાની આવી શકે.

 • બંધ થઈ જશે તમારું કેબલ ટીવી અને ડીટીએચ કનેક્શન

31 માર્ચ સુધી ટ્રાઈના નિયમો અનુસાર જો ટીવી ચેનલ પેકેજ પસંદ ન કર્યું તો, જે ચેનલની પસંદગી નહીં કરી હોય તે દેખાતી બંધ થઈ જશે.

 • ઈન્કમટેક્સ રીટર્ન ભરવાની છેલ્લી તારીખ
 • GST રીટર્ન ભરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ છે.
 • વધી જશે મોંઘવારી

1 એપ્રિલથી વાહનોમાં ઉપયોગમાં લેવાતો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને પાઈપ નેચરલ ગેસ (PNG) મોંઘા થાય તેવી આશંકા છે. કાચા તેલની કિંમતોમાં પણ ઘટાડાની આશા નથી દેખાઈ રહી ત્યારે દેશની સરકારી તેલ કંપનીઓ ડીઝલ અને પેટ્રોલની કિંમતો વધારે તો નવાઈ નહીં.

 • કાર-બાઈક્સ થશે મોંઘા

ટાટા મોટર્સ, જગુઆર લેંડ રોવર ઈન્ડિયા અને ટોયોટા કિર્લોસ્કર મોટર્સે કારની કિંમતોમાં વધારો કરવાનીસ જાહેરાત કરી છે. કાર લગભગ 25 હજાર રૂપિયા સુધી મોંઘી થાય તેવી શક્યતાઓ છે.

Construction site with tower cranes
 • શું થશે સસ્તુ

1 એપ્રિલથી નવું મકાન ખરીદવું સસ્તુ થઈ જશે. જીએસટી પરિષદે 24 ફેબ્રુઆરી અને 19 માર્ચે થયેલી બેઠકમાં બજેટ ઘર જેનું કામ ચાલી રહ્યું હોય તેના પર જીએસટી દર ઘટાડીને 1 ટકો કરી દીધો હતો. જ્યારે કે અન્ય શ્રેણીના મકાનો પર આ દર ઓછો કરી પાંચ ટકા કરી દેવાયો હતો.

 • સસ્તો થશે જીવન વીમો

આ નવા બદલાવનો સૌથી વધુ ફાયદો 22થી 50 વર્ષના લોકોને થશે. 1 એપ્રિલથી કંપનીઓ મૃત્યુદરના નવા આંકડાઓનું પાલન કરશે. અત્યાર સુધી વીમા કંપનીઓ 2006-08ના ડેટાનો ઉપયોગ કરી રહી હતી જે હવે બદલીને 2012-14નો થઈ જશે.

 • સસ્તી થશે હોમ લોન

એપ્રિલથી તમામ પ્રકારની લોન લેવી સસ્તી થશે. એપ્રિલથી બેંક MCLRની જગ્યાએ આરબીઆઈ દ્વારા નક્કી કરાયેલા રેપો રેટના આધારે લોન આપશે.

 • જાતે ટ્રાન્સફર થઈ જશે EPFO

નોકરી કરતા લોકો હવે જ્યારે નોકરી બદલશે ત્યારે તેમનું પીએફ જાતે જ ટ્રાન્સફર થઈ જશે.

 • બદલાઈ જશે ઈન્કમટેક્સના નિયમો

1 એપ્રિલથી પાંચ લાખ સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે.

 • ગાડીઓમાં લાગશે હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ

વાહન નિર્માતાઓએ એપ્રિલ 2019થી હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ આપવી અનિવાર્ય રહેશે. આ નંબર પ્લેટ વિના ગાડી શોરૂમમાંથી બહાર નહીં નીકળે.

 • રેલવે જાહેર કરશે સંયુક્ત PNR

હાલ જો કોઈ વ્યક્તિએ 2 ટ્રેનની સફર કરવાની હોય તો તેના નામ પર બે પીએનઆર જનરેટ થાય છે. પરંતુ 1 એપ્રિલથી મુસાફરી કરતા યાત્રીઓના નામ પર સંયુક્ત પીએનઆર જનરેટ થશે. તેના કારણે જો મુસાફરોની એક ટ્રેન લેટ થવા પર બીજી ટ્રેન છૂટી જાય છે તો તેઓ કોઈ પણ પૈસા વગર આગળની મુસાફરી રદ્દ કરી શકે છે. તેના મુસાફરોને રિફંડ મળવું સરળ થઈ જશે.

READ ALSO:

 • મોબાઈલની જેમ કરી શકશો વીજળીનું રિચાર્જ

હવે ગ્રાહકતો 30 દિવસ માટે અનિવાર્ય ચૂકવણીના બદલે, માત્ર એટલી રકમની ચૂકવણી કરશે જેટલી વીજળી તેઓ વાપરશે. વીજળીના વધતા જતા બિલની ફરિયાદોના નિવારણ માટે સરકારે આ પહેલ કરી છે.

Related posts

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta

પરિસ્થિતિ અતિ ગંભીર : ઑસ્ટ્રેલિયામાં ડેલ્ટા વૅરિયન્ટથી ફફડાટ, સિડનીમાં લૉકડાઉન લાગુ કરવા લશ્કર કરાયું તૈનાત

pratik shah

પાર્કિન્સનના દર્દીઓ માટે નવી આશાનું કિરણ, મુંબઇની જસલોક હોસ્પિટલમાં બ્રેઇન ઇલેક્ટ્રોડસ ઇમ્પ્લાન્ટ સર્જરીમાં ભારતભરમાં મળી પ્રથમ સફળતા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!