ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં યોજાઈ રહેલી 89 બેઠકો માટે કુલ બે કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ કુલ મતદારોમાં 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરૂષ મતદારો, 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો સામેલ છે.

સર્વિસ વોટરોની સંખ્યાની વાત કરીએ તો કુલ 27 હજાર 877 સર્વિસ વોટરનો સમાવેશ છે. સર્વિસ વોટર હેઠળ પ્રથમ તબક્કામાં 9 હજાર 371 પુરૂષ અને 235 મહિલા મતદારો મળી 9 હજાર 606 સર્વિસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રથમ તબક્કામાં 3 હજાર 331 મતદાન મથક સ્થળો પર 9,014 મતદાન મથકો આવેલા છે.
-સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત કરતા 14 ટકા ઓછુ મતદાન
સૌરાષ્ટ્ર-કચ્છમાં 42 ટકા જ મતદાન થયું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 56 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આમ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત કરતા 14 ટકા ઓછુ મતદાન થયું. પાટીદાર વિસ્તારોમાં મતદાનનો માહોલ સૂસ્ત રહેતા ઉમેદવારોની ઉંઘ ઉડી ગઈ છે.
03.50 PM વાગ્યા સુધીમાં : સૌથી વધુ તાપીમાં, સૌથી ઓછું જામનગરમાં મતદાન નોંધાયું
અમરેલી – 44.62
ભરૂચ – 55.45
ભાવનગર – 45.91
બોટાદ – 43.67
ડાંગ – 58.55
દેવભૂમિ દ્વારકા – 46.55
ગીર સોમનાથ – 50.89
જામનગર – 42.26
જુનાગઢ – 46.03
કચ્છ – 45.45
મોરબી – 53.75
નર્મદા – 63.88
નવસારી – 55.10
પોરબંદર – 43.12
રાજકોટ – 46.67
સુરત – 47.01
સુરેન્દ્રનગર – 48.60
તાપી – 64.27
વલસાડ – 53.49
-જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં વર્ષોથી મહિલાઓ માટે તેમજ પુરુષો માટે બે અલગ અલગ મતદાન મથકો ઊભા કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી તંત્ર દ્વારા આ વખતે બન્ને મતદાન મથકોને ભેગા કરી દેવાયા હતા, જેનો ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે, અને મતદાનનો બહિષ્કાર કર્યો છે.
-ગુજરાતમાં ક્યાં વર્ષે કેટલું મતદાન નોંધાયું?
- 1967માં 63.70 ટકા,
- 1972માં 58.10 ટકા,
- 1975માં 60.09 ટકા,
- 1980માં 48.37 ટકા,
- 1985માં 48.82 ટકા,
- 1990માં 52.20 ટકા,
- 1995માં 64.39 ટકા,
- 1998માં 59.30 ટકા,
- 2002માં 61.51 ટકા,
- 2007માં 59.77 ટકા,
વધારે મતદાન કરવામાં 1995ની ચૂંટણીએ વિક્રમ કર્યો છે. એ વર્ષે 75 ટકાથી વધારે મતદાન થયું હોય એવી બેઠકોની સંખ્યા 21 હતી. એમાં પણ દિયોદરમાં 85.30 અને વિજાપુરમાં 80.72 ટકા જેવુ જંગી મતદાન નોંધાયુ હતું. એક બેઠક પર સૌથી વધારે મતદાનનો વિક્રમ પણ દિયોદરના નામે જ છે. 1980ની ચૂંટણી વખતે 28 બેઠકો એવી હતી જેમાં 40 ટકાથી ઓછુ મતદાન થયું હતું. એમાંય સાત બેઠકોનું મતદાન તો 30 ટકા કરતા પણ ઓછુ હતું.
READ ALSO
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ