મુડ ખરાબ હશે તો પણ આ ઢીંગલી ચહેરા પર સ્માઈલ લઈ આવશે તેની ગેરેન્ટી, જુઓ તો ખરા તેની કલાકારી :Viral Video

ચીનમાં એક કહેવત ખૂબ ફેમસ છે કે, નાની ઉંમરે પ્રસિદ્ધ થવું વધુ સારૂ છે. આ કહેવત એક 14 મહિનાની બાળકી લોન્ગ યીશિન પર બિલકુલ સાચી બેસે છે. આ બાળકીનો કમાલ જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો. સામાન્ય રીતે 14 મહિનાના બાળકો પોતાના પગ પર સરખી રીતે બેલેન્સ બનાવીને ચાલી લે તે જ મોટી ઉપલબ્ધી હોય છે. પરંતુ આ બાળકી હોવર બોર્ડ પર એટલુ સારૂ બેલેન્સ કરીને ચાલે છે કે તેને જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે.

તે જે રીતે હોવર બોર્ડ પર ચલાવી રહી છે તેણે આખી દુનિયાને આશ્ચર્યમાં મુકી દીધી છે. તેની માતા વોન્ગએ ચીનનાં ફોટો અને વીડિયો શેરિંગ એપ Kuaishouમાં લોન્ગનો વીડિયો અપલોડ કર્યો છે. વોન્ગએ જણાવ્યું કે તેની દિકરીએ લગભગ ત્રણ મહિલા પહેલા જ બોર્ડનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધુ હતુ.

તે બોર્ડ પર સંતુલન બનાવવાની સાથે જ તેને દરેક દીશામાં સારી રીતે ચલાવી પણ લે છે. અને હવે તો તેને બોર્ડની આદત પણ પડી ગઈ છે. માતાએ જણાવ્યું કે લોન્ગને પોતાના મોટા ભાઈના રમકડાના ઢગલામાંથી હોવર બોર્ડ મળ્યું હતું. તે તેના પર કુદી અને તરત જ તેની સવારી કરવા લાગી.

વોન્ગએ જણવ્યું કે તેની દિકરી નિડર અને જીજ્ઞનાસુ છે. તેને બેલેન્સ કરતા સારી રીતે આવડે છે અને જ્યારે તે ફક્ત 10 મહિનાનૂ હતી ત્યારથી જ તે ચાલવા પણ લાગી હતી. વોન્ગે જણાવ્યું કે તેમણે 2300 રૂપિયાનુ બોર્ડ પોતાના પાંચ વર્ષના દિકરા લોન્ગ જિનયુઆનને ઉપહારમાં આપ્યું હતું.

પરંતુ દિકરાએ તો તેનો ઉપયોગ વધુ ન હતો કર્યો અને હવે દિકરીએ તેના પર પોતાનું ટેલેન્ટ બતાવી દીધુ. જ્યારે પણ તે પોતાના દાદી કે માતાને ઘરની બહાર જતા જોવે છે, તે પોતાનું હોવર બોર્ડ લઈ તેમની સાથે બહાર નીકળી પડે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter