GSTV

પવિત્ર નગરી ઉજ્જૈનમાં લઠ્ઠાકાંડ: ઝેરી દારૂ પીવાને કારણે 14 લોકોએ ગુમાવ્યા જીવ, SIT તપાસના આદેશ

Last Updated on October 16, 2020 by pratik shah

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં એક દર્દનાક ઘટના બની છે. ઉજ્જૈનમાં ઝેરી દારુ પીવાથી 14 લોકોના મોત થયા છે. ઘટના સામે આવ્યા બાદ પોલિસથી લઇને પ્રશાસન સુધી તમામ સ્તર ઉપર અફરાતફરી મચી છે. ઉજ્જૈન એપસીએ પુષ્ટિ કરી છે કે તમામ મૃતકોના શરીરમાંથી ઝેરી દારુ મળ્યો છે. આ ઘટના બાદ શહેરના ખારા કુવા પેલિસ સ્ટેશનના પ્રભારી સહિત કુલ ચાર લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો આખા જિલ્લામાં નકલી દારુ વિરુદ્ધ કાર્યવાહીમાં અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સીએમએ આપ્યા એસઆઈટીના આદેશ

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલાને ગંભીરતાથી લઇને આ ઘટનાની એસઆઇટી દ્વારા તપાસ કરાવવાનો નિર્ણય કરાયો છે. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે માત્ર ઉજ્જૈન જ નહીં પરંતુ, આખા રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ ઉપર નજર રાખવામાં આવશે. જ્યાં પણ આવા ઝેરી અને નાવટી પદાર્થોનું વેચાણ થતું હોય ત્યાં કડક કાર્યવાહી કરવમાં આવશે.

કોંગ્રેસે સાધ્યું ભાજપ પર નિશાન

તો આ તરફ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે આ ઘટનાને લઇને રાજ્યની ભાજપ સરકાર ઉપર નિશાન સાધ્યું છે. કમલાનાથે કહ્યું કે રાજ્યના ઘણા જિલ્લામાંથી ગેરકાયદે દારુના વેચાણની ઘણી ફરિયાદ મળી રહી છે. અમારી સરકાર જતાની સાથે જ માફિયાઓ ફરીથી સક્રિય થયા છે. અમારી સરકારે તેમને કચડ્યા હતા તો ભાજપ સરકાર તેમને સંરક્ષણ આપી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!